
સારા સ્વાસ્થ્ય વિના જીવનના ૪ લક્ષ્યો અધૂરા વડાપ્રધાન મોદીએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક સંસ્કૃત શ્લોકમાં આરોગ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ૪ પુરુષાર્થની પ્રાપ્તિનો ઉત્તમ આધાર ગણાવવામાં આવ્યો છે
આજે એટલે કે, ૨૮ સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ પર આરોગ્ય અને જીવનના મહત્વ સાથે જાેડાયેલું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. તેમાં સારા આરોગ્યને જીવનના ૪ મુખ્ય પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનો મહત્વપૂર્ણ આધાર ગણાવવામાં આવ્યો છે. ઁસ્ મોદી દ્વારા શેર કરવામાં આવેલો આ શ્લોક ચરક સંહિતાના સૂત્રસ્થાનના પ્રથમ અધ્યાયના ૧૫મા શ્લોકમાં મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે “સુખોપવિષ્ટાસ્તે તત્ર પુણ્યાં ચક્રુ: કથામિમા | ધર્માર્થકામમોક્ષાણામારોગ્યં મૂલમુત્તમમ્ ||” આ શ્લોકનો અર્થ એ છે કે, સુખપૂર્વક બેઠેલા મહર્ષિઓએ પવિત્ર વિષય પર ચર્ચા કરી અને જણાવ્યું કે ધર્મ, અર્થ, કામ તથા મોક્ષની પ્રાપ્તિનો ઉત્તમ આધાર આરોગ્ય એટલે કે સારું સ્વાસ્થ્ય છે. ચરક સંહિતામાં આ શ્લોક મહર્ષિઓની એ ચર્ચાના સંદર્ભમાં આવે છે, જેમાં માનવ જીવન અને આરોગ્યના મહત્વ પર વિચાર કરવામાં આવ્યો છે.
ભારતીય દર્શનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને જીવનના ૪ મુખ્ય પુરુષાર્થ માનવામાં આવ્યા છે. ધર્મનો સંબંધ કર્તવ્ય અને સદાચરણ સાથે, અર્થનો સંબંધ આજીવિકા અને સમૃદ્ધિ સાથે, કામનો સંબંધ ઇચ્છાઓ અને જીવનના સુખો સાથે તથા મોક્ષનો સંબંધ આધ્યાત્મિક મુક્તિ સાથે જાેડવામાં આવે છે. શેર કરવામાં આવેલા સુભાષિતનો મૂળ સંદેશ એ છે કે સ્વસ્થ શરીર અને જીવન વિના આ લક્ષ્યો તરફ અસરકારક રીતે આગળ વધવું મુશ્કેલ બની શકે છે. આ જ કારણે તેમાં આરોગ્યને આ ચારેય પુરુષાર્થનો મહત્વપૂર્ણ આધાર ગણાવવામાં આવ્યો છે.
ચરક સંહિતાના દીર્ઘંજીવિતીય અધ્યાયમાં અનેક મહર્ષિઓના એકત્ર થવા અને આયુર્વેદ સાથે જાેડાયેલા વિષયો પર ચર્ચાનો પ્રસંગ આવે છે. આ જ ક્રમમાં કહેવામાં આવ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આરોગ્ય ઉત્તમ મૂળ છે. આ વિચારમાં આરોગ્યને માત્ર બીમારીથી મુક્તિ સુધી મર્યાદિત રાખવામાં નથી આવ્યું, પરંતુ જીવનના વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે જરૂરી આધાર તરીકે જાેવામાં આવ્યું છે. અસ્વસ્થતાની સ્થિતિમાં વ્યક્તિ માટે પોતાના દૈનિક કર્તવ્યો, આજીવિકા, પારિવારિક જીવન અને આધ્યાત્મિક સાધના પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની શકે છે.
વડાપ્રધાન મોદી આ પહેલાં પણ સંસ્કૃત સુભાષિતો દ્વારા આરોગ્ય, કલ્યાણ, સદાચાર અને જીવન મૂલ્યો સાથે જાેડાયેલા સંદેશ શેર કરતા રહ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં તેમણે અલગ-અલગ પ્રસંગોએ આવા સુભાષિત શેર કર્યા છે, જેમાં કલ્યાણ, ધર્મ, જ્ઞાન, અહિંસા અને સકારાત્મક જીવન મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો છે.




