
કોઈ ભારતીય નથી કરી શક્યો આવું પરાક્રમ ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ એશિયન ગેમ્સમાં રચ્યો ઇતિહાસ વૈભવ ૧૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરમાં એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ લાવનારા ભારતીય ખેલાડી બની ગયો છે
૨૦૨૬ એશિયન ગેમ્સના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૧૯ રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મુકાબલામાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી માત્ર ૧૫ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ તેમણે એક એવો રેકોર્ડ બનાવી દીધો છે, જે આ પહેલા એશિયન ગેમ્સમાં કોઈ ભારતીય હાંસલ નથી કરી શક્યો.
વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી નાની વયનો ભારતીય એથલીટ બની ગયો છે. તેમણે નિશાનેબાજ સૌરભ ચૌધરીનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે, જેમણે ૧૬ વર્ષની ઉંમરે એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. વૈભવ ૧૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરમાં એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ લાવનારા ભારતીય ખેલાડી બની ગયો છે.
૩ ઓક્ટોબરે જ્યારે ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું, ત્યારે વૈભવની ઉંમર ૧૫ વર્ષ ૧૯૦ દિવસ હતી. તેમનાથી પહેલા આ રેકોર્ડ સૌરભ ચૌધરીના નામે હતો, જેમણે ૨૦૧૮ જકાર્તા એશિયન ગેમ્સમાં ૧૬ વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌરભે પુરુષોની ૧૦ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
વૈભવ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા સૌથી નાની વયનો ભારતીય નથી. સૌથી નાની વયની ભારતીય સંજના ભાતુલા છે, જેમણે ૨૦૨૨ એશિયાઈ રમતો (૨૦૨૩) માં ૧૫ વર્ષ ૩ મહિના ૧૧ દિવસની ઉંમરે સ્પીડ સ્કેટીંગમાં બ્રોન્ઝ જીત્યો છે. જાેકે વૈભવ ભારત માટે ગોલ્ડ જીતનાર સૌથી નાની વયનો ખેલાડી જરૂર છે.
૨૦૨૬ એશિયન ગેમ્સમાં ચર્ચામાં રહેલી ૧૮ વર્ષની સ્ક્વોશ પ્લેયર અનાહત સિંહ પણ આ યાદીમાં સામેલ છે. તેમણે ૨૦૨૨ એશિયન ગેમ્સમાં ૧૫ વર્ષ ૬ મહિના ૧૬ દિવસની ઉંમરે મેડલ જીત્યો હતો. પાછલી એશિયાઈ રમતોમાં તેમણે મહિલા સ્ક્વોશ ટીમ સાથે બ્રોન્ઝ જીત્યો હતો.




