
વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ અંતિમ પંઘાલ અને મહિલા ગોલ્ફ ટીમે જીત્યો સિલ્વર એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર કુસ્તીબાજ અંતિમ પંઘાલ અને ભારતીય મહિલા ગોલ્ફ ટીમને મોદીએ શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૬ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર કુસ્તીબાજ અંતિમ પંઘાલ અને ભારતીય મહિલા ગોલ્ફ ટીમને શુભેચ્છા પાઠવી છે. અંતિમે મહિલાઓની ૫૩ કિલો ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો, જ્યારે પ્રણવી શરથ ઉર્સ, અદિતિ અશોક અને દીક્ષા ડાગરની ભારતીય મહિલા ગોલ્ફ ટીમે ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો.
અંતિમ પંઘાલને ગોલ્ડ મેડલ માટેની મેચમાં જાપાનની મો કિયોકા સામે ૧-૯થી હાર મળી હતી. જાેકે, આ મેડલ ૨૦૨૨ એશિયન ગેમ્સના બ્રોન્ઝ બાદ અંતિમ માટે સુધારેલું પ્રદર્શન છે. ૨૦૨૬ની ગેમ્સમાં મેડલ જીતનારી તે એકમાત્ર ભારતીય મહિલા કુસ્તીબાજ રહી. વડાપ્રધાન મોદીએ મહિલા ગોલ્ફ ટીમની પણ પ્રશંસા કરી. ભારતીય ટીમે કુલ ૧૪-અંડર ૫૪૬ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો. આ સાથે ભારતીય મહિલા ગોલ્ફ ટીમ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા ગોલ્ફ ટીમ બની. પ્રણવી શરથ ઉર્સે વ્યક્તિગત ગોલ્ફ સ્પર્ધામાં પણ ઇતિહાસ રચ્યો. તેણે ૧૫-અંડર ૨૬૫ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો અને એશિયન ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની. નોંધનીય છે કે, ભારતે ૨૦૨૬ એશિયન ગેમ્સમાં કુલ ૮૫ મેડલ જીત્યા, જેમાં ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ સાથે ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.




