
શુભમન ગિલે મેચ બાદ કર્યો મોટો ખુલાસો ડેથ ઓવર્સ દરમિયાન ફિલ્ડિંગ અને બોલિંગ એવા પાસાં છે જેમાં તાત્કાલિક સુધારાની જરૂર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લીધો અને ૩૫૨ રન બનાવી ૫ વિકેટથી જીત મેળવી હતી
શનિવારે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાને ૧૦ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર છતાં ભારત વન-ડે શ્રેણી ૨-૧થી જીતવામાં સફળ રહ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે વેસ્ટ ઈન્ડિઝને ૩૫૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લીધો અને ૪૮.૨ ઓવરમાં ૩૫૨ રન બનાવી ૫ વિકેટથી જીત મેળવી. ભારતીય કેપ્ટન શુભમન ગિલ મેચમાં પોતાની ટીમના બોલિંગ પ્રદર્શનથી ખુશ નહોતા.
ગિલે સ્વીકાર્યું કે ડેથ ઓવર્સ દરમિયાન ફિલ્ડિંગ અને બોલિંગ એવા પાસાં છે જેમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. મેચ બાદના પ્રેઝન્ટેશનમાં બોલતા તેણે કહ્યું તે, ઘણી બાબતો સારી રહી. મને લાગે છે કે હજુ પણ અમુક જગ્યાએ ચોક્કસપણે સુધારાની જરૂર છે. અમે જે સ્કોર બનાવ્યો હતો તેનાથી હું ખૂબ ખુશ હતો. મને લાગ્યું કે મેચ અમારા નિયંત્રણમાં હતી, પરંતુ છેલ્લી ઓવરોમાં તેમણે આ મેચ અમારા હાથમાંથી છીનવી લીધી. ક્યારેક મને લાગે છે કે અમે આક્રમક રમત રમી રહ્યા છીએ કે ડિફેન્સિવ રમત, તે બાબતે અમે સંપૂર્ણપણે સ્પષ્ટ હોતા નથી ખાસ કરીને જ્યારે ડેથ ઓવર્સમાં બોલિંગ કરતા હોઈએ ત્યારે.
ગિલે કહ્યું કે, આવી મેચમાં, જ્યારે વિરોધી ટીમે પાંચ કે છ વિકેટ ગુમાવી દીધી હોય, ત્યારે તમે ફિલ્ડ સેટિંગ્સ વિશે ક્યારેય સંપૂર્ણપણે નિશ્ચિત હોતા નથી કે ડેથ ઓવર બોલિંગની રણનીતિ અપનાવવી કે મધ્યમ ઓવરોની જેમ જ બોલિંગ ચાલુ રાખવી. હું માનું છું કે આ એવા પાસાં છે જેમાં અમારે ચોક્કસપણે વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે. ગિલે સ્પિનર કુલદીપ યાદવની બાકીની ઓવરોનો ઉપયોગ મોડો કરવાના તેના ર્નિણય વિશે પણ સમજૂતી આપી. તેણે જણાવ્યું હતું કે ગુરનૂર બ્રાર ઈજાગ્રસ્ત થઈ શકે છે તેવી આશંકાને કારણે, રણનીતિના ભાગરૂપે તેણે કુલદીપના ઉપયોગમાં વિલંબ કરવો પડ્યો હતો. હું
આગામી ન્યૂઝીલેન્ડ સામે નવેમ્બરમાં યોજાનારી પાંચ મેચની વન-ડે શ્રેણી વિશે ચર્ચા કરતા ગિલે કહ્યું કે ટીમે તેના ફિલ્ડિંગના ધોરણો સુધારવાની અને અંતિમ ઓવરોમાં બોલિંગ માટે વધુ સારી રણનીતિ ઘડવાની જરૂર છે. તેણે કહ્યું કે, હું અમુક હદ સુધી ખુશ છું, પરંતુ મેં કહ્યું તેમ, મને લાગે છે કે હજુ પણ કેટલીક ખામીઓ છે. અમારી ફિલ્ડિંગ વધુ સારી હોઈ શકે તેમ હતી. આખી શ્રેણી દરમિયાન, મને લાગે છે કે અમે લગભગ છ કે સાત કેચ છોડ્યા, જે વર્લ્ડ કપ પહેલાં સારો સંકેત નથી. તમે ઈચ્છો છો કે તમારી ફિલ્ડિંગ શ્રેષ્ઠ સ્તરની હોય.




