
એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં ક્વાર્ટર ફાઇનલ મેચ વરસાદના કારણે રદ : રેન્કિંગ સારી હોવાના કારણે ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલની ટિકિટ મળી ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાન એશિયન ગેમ્સ ક્વાર્ટર ફાઇનલ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. રેન્કિંગમાં શ્રેષ્ઠ હોવાના કારણે ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલની ટિકિટ મળી ગઈ છે. આ પહેલા પાકિસ્તાન વિરૂદ્ધ હોંગકોંગ ક્વાર્ટર ફાઇનલ મેચ પણ એક પણ બોલ ફેંકાયા વિના રદ થઈ ગઈ હતી. પાકિસ્તાન ટીમ પણ રમ્યા વિના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાન એશિયન ગેમ્સ ક્વાર્ટર ફાઇનલ મેચ કોરોગી સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમમાં હતી. સોમવારે મેચ સવારે ૧૦ વાગ્યે શરૂ થવાની હતી, ટોસનો સમય ૯:૩૦ નો હતો. ટોસમાં મોડું થયું, પરંતુ લગભગ ૫ મિનિટ પછી જ મેચ રદ થવાની જાહેરાત થઈ ગઈ. હવે તમારા મનમાં સવાલ હશે કે થોડીવાર રાહ કેમ ન જાેવામાં આવી, આટલો જલ્દી ર્નિણય કેમ લેવાયો. ચાલો તમને તેનું કારણ સમજાવીએ.
સામાન્ય રીતે ક્રિકેટમાં જાેવા મળે છે કે જાે વરસાદના કારણે મેચ સમયસર શરૂ ન થાય તો થોડો સમય રાહ જાેવામાં આવે છે. મેદાન ભીનું હોય તો પણ તેને સૂકવવાનું કામ ઝડપથી કરવામાં આવે છે જેથી મેચ થઈ શકે, ભલે ઓવરોમાં ઘટાડો કરવો પડે. આ જ આપણે તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે રમાયેલી T20 મેચમાં જાેયું હતું, જે બાદમાં ૫-૫ ઓવરની થઈ હતી.
વાસ્તવમાં કોરોગી સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમ સોમવારે ભારે વરસાદ શરૂ થાય તે પહેલા જ ખૂબ ભીનું હતું. અહીં રવિવારે પણ ભારે વરસાદ પડ્યો હતો, જેનાથી પ્રેક્ટિસ સેશન પણ પ્રભાવિત થયું હતું. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરની વધુ ક્રિકેટ મેચો યોજાતી નથી, આ જ કારણે મેદાન સૂકવવાની સુવિધાઓ પણ ઓછી છે અને ડ્રેનેજ સિસ્ટમ પણ સારી નથી. તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સ માટે અહીં હાઇબ્રિડ પીચ તૈયાર કરવામાં આવી છે. આ જ કારણ હતું કે ટોસના સમયે જેવો ભારે વરસાદ શરૂ થયો, સ્પષ્ટ થઈ ગયું કે હવે આજે અહીં મેચ કોઈપણ સંજાેગોમાં નહીં થઈ શકે.




