
૧૧.૬૫ લાખ કરોડ રૂપિયા માંગ્યા!.ટેક જગતમાં ભૂકંપ: OpenAI અને માઈક્રોસોફ્ટ પર મસ્કનો કેસ.મસ્કના વકીલોએ શુક્રવારે કોર્ટમાં અરજી દાખલ કરી.ટેસ્લા અને સ્પેસએક્સના CEO ઈલોન મસ્કે OpenAI અને Microsoft વિરુદ્ધ કાયદાકીય કેસ કરતાં ટેક જગતમાં હડકંપ મચ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ મસ્કે બંને કંપનીઓ વિરુદ્ધ ૭૯ અબજ ડૉલર (લગભગ ૬.૫ લાખ કરોડ રૂપિયા)થી લઈને ૧૩૪ અબજ ડૉલર (લગભગ ૧૧ લાખ કરોડ રૂપિયા) સુધીના વળતરની માંગ કરી છે. મસ્કે આક્ષેપ કર્યો છે કે, ચેટજીટીપી બનાવનારી કંપની ઓપનએઆઈએ બિન-લાભકારી ઉદ્દેશ્યો છોડીને માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરીને તેમની સાથે છેતરપિંડી કરી છે.
રિપોર્ટ મુજબ, મસ્કના વકીલોએ શુક્રવારે કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં વળતરનો ઉલ્લેખ કરાયો છે. મસ્કે આ પગલું ત્યારે ભર્યું છે, જ્યારે એક સંઘીય ન્યાયાધીશે ઓપનએઆઈ અને માઈક્રોસોફ્ટની તે અપીલને રદ કરી હતી, જેમાં બંને કંપનીઓએ એપ્રિલના અંત સુધીમાં થનારી સુનાવણી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
અરજીમાં કહેવાયું છે કે, મસ્ક ઓપનએઆઈના વર્તમાન ૫૦૦ અબજ ડૉલર મૂલ્યાંકનના એક ભાગના હકદાર છે. મસ્કનું કહેવું છે કે, ૨૦૧૫માં કંપનીની સહ-સ્થાપના કર્યા બાદ તેમણે ૩૮ મિલિયન ડૉલરનું રોકાણ કર્યું હતું, તે આધારે તેમને આટલી રકમ મળવી જાેઈએ.
મસ્કના વકીલ સ્ટીવલ મોલોએ ફાયલિંગમાં કહ્યું છે કે, ‘જે રીતે એક સ્ટાર્ટઅપમાં શરૂઆતના રોકાણથી પોતાના મૂળ રોકાણથી અનેક ઘણો લાભ થાય છે, તે જ રીતે ઓપનએઆઈ અને માઈક્રોસોફ્ટ જે ગેરકાયદે રીતે લાભ મેળવ્યો છે અને જેને હવે મિસ્ટર મસ્ક પરત મેળવવા હકદાર છે.’
ઓપનએઆઈએ મસ્કના દાવા પર પ્રતિક્રિયા આપતા નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું છે કે, ‘મિસ્ટર મસ્કનો કેસ પાયાવિહોણો છે. અમે કોર્ટમાં તેને સાબિત કરવા માટે તૈયાર છીએ.’ કંપનીએ રોકાણકારોને ચેતવણી આપતા કહ્યું છે કે, કાયદાકીય પગલા જેમ જેમ આગળ વધશે તેમ તેમ મસ્ક વધુ ચોંકાવનારા દાવા કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મસ્કે વર્ષ ૨૦૧૮માં ઓપનએઆઈના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. ૨૦૨૨માં ચેટજીટીપી લોન્ચ થયા બાદ મસ્ક કંપનીની અવાર નવાર ટીકા કરતા રહે છે. ત્યારબાદ મસ્કે પોતાનું એઆઈસ્ટાર્ટઅપ ટછૈં શરૂ કર્યું છે, જે ગ્રોક ચેટબોટનું નિર્માતા છે.




