
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાતના બહુ બોલકા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફૂટપાથ પર બેસતા પાથરણાવાળાઓ પાસેથી ફટાકડા અને કોડિયા ખરીદવાની વાતો કરી ગરીબોના ઉધ્ધારની વાતો કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ એમની જ પોલીસ એ જ ફટાકડાવાળા અને કોડીયાવાળાઓનો માલ જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં જમા કરે છે જેની રસીદ પણ નથી અપાતી.
આમ એક સિક્કાની બે બાજુ જેવી આ વાત એકમાં ગરીબોના ધંધા માટે રોજી રોટી માટે પ્રજા ને નાયબ મુખ્યમંત્રીની અપીલ અને બીજી બાજુ એજ ગરીબોની રોજી રોટી પર પોલીસનો જુલ્મ? કેટલો યોગ્ય છે?




