
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ઉધના જેવા ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં રોજિંદા ટ્રાફિકથી પ્રજા અને વાહન ચાલકો પરેશાન થતાં હોય અને એ સમસ્યા ઉકેલવાને બદલે પોલીસ જ્યારે વાહન ચાલકોને પર હામી થઈ અંધારાનો લાભ લઈને વાહન ચાલકોને લાંબા રકમના દંડ અને RTO ના નામે ડરાવી ધમકાવીને રૂપિયા ૫૦૦ માં પતાવટ કરીને ખાખીને લજવી રહ્યા છે. જેમાં વાહન ચાલક પાસે મેમાના રૂપિયા ૫૦૦૦/-, ત્રણ સવારીના રૂપિયા ૨૦૦૦/-, હેલ્મેટના ૫૦૦ રૂપિયા , ચાલુ ગાડીએ થૂંકવાના રૂપિયા ૧૫૦૦/- જેવા કાયદેસર દંડની વાત કરીને ગાડી જમા લઈ લઈશું અને RTO માં જઈ રૂપિયા ૧૨ થી ૧૫ હજાર ના દંડની બીક બતાવે છે. જ્યારે કોઈ સરકારી કર્મચારી એમ કહે છે કે તમને પગાર મળે છે એ ક્યાં જાય છે? ત્યારે આ સવાલ પોલીસ ને કોણ પૂછશે? તમારો પગાર ક્યાં જાય છે કે ઉઘરાણું કરવું પડે છે?




