
ચૂંટણી તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઊભા.કર્ણાટકની મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો અને ઓળખપત્રોનો ખુલાસો.એસઆઇઆર બાદ પણ બે વિધાનસભા વિસ્તારોમાં એક જ મતદારના નામ નોંધાયા, ચૂંટણી અધિકારીએ ભૂલ સ્વીકારી.કર્ણાટકમાં એસઆઇઆર પછી પણ કેટલાક વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીઓમાં ખામીઓ જાેવા મળી છે.સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પછી બે અલગ અલગ જગ્યાની મતદાર યાદીઓમાં એક જ મતદારનું નામ અને ડુપ્લિકેટ વોટર આઇડી સામે આવ્યા છે. આ કેસ બે અલગ અલગ વિધાનસભા વિસ્તારના છે.રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીએ અરજીઓની પ્રક્રિયામાં થયેલ ખામીઓનો સ્વીકાર કર્યાે છે. આ અંગે એક સ્પષ્ટીકરણ જારી કરવામાં આવ્યું છે.આ સ્પષ્ટીકરણમાં સીઇઓ ઓફિસે જણાવ્યું છે કે મતદાર અરજીઓને સંભાળવામાં થયેલ બે અલગ અલગ ભૂલોને કારણે આ કેસો સામે આવ્યા છે.પ્રથમ કેસમાં કેટલાક અરજકર્તાઓએ એસઆઇઆર દરમિયાન સિટિઝન સર્વિસ પોર્ટલનાં માધ્યમથી એકથી વધારે ફોર્મ નં. ૬ જમા કરાવ્યા હતાં. દરેક અરજીને અલગ અલગ પ્રોસેસ કરવામાં આવી હોવાથી અજાણતામાં એક જ મતદાર માટે અનેક એપિક નંબરો જનરેટ થઇ ગયા હતાં.બીજાે કેસ એ લોકો સાથે જાેડાયેલો છે જેમણે ઘર બદલ્યા છે. જે મતદારોએ પોતાનું ઘર એક વિધાનસભા વિસ્તારમાંથી બીજા વિધાનસભા વિસ્તારમાં બદલ્યું તેમનો વિધાનસભા વિસ્તાર પણ બદલાઇ ગયો હતો. જાે કે સરનામું બદલવા માટે ફોર્મ નંબર ૮ની અરજીઓને મંજૂરી મળી જતાં તેમના નામ નવા વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં આવી ગયા હતાં. જાે કે જૂના વિધાનસભા વિસ્તારમાંથી નામ હટાવવા માટે ફોર્મ નં. ૭ વિલંબિત રહેતા તેમના નામ જૂના વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં પણ ચાલુ રહ્યાં હતાં.




