
જૂની કોમેડી જાેડી ફરી ધમાલ મચાવશે.અક્ષયકુમાર અને સુનિલ શેટ્ટીની જાેડી ફરી પડદા પર આવશે.૨૦૦૨ની સુપરહિટ ફિલ્મની સિક્વલ બનશે, પરેશ રાવલ અને જૉની લિવરની વાપસીની પણ શક્યતા વ્યક્ત થઈ.અક્ષયકુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ અને જૉની લિવરની તગડી સ્ટારકાસ્ટ ધરાવતી કૉમેડી-એક્શન ફિલ્મ ‘આવારા પાગલ દિવાના’ની સિક્વલ બનવા જઈ રહી છે. આજથી ચાર વર્ષ પહેલા થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા અને ભરપુર મનોરંજન કર્યું હતુ. જાે કે હવે ફિલ્મના મુખ્ય અભિનેતા રહી ચૂકેલા સુનિલ શેટ્ટીએ ‘આવારા પાગલ દિવાના’ની સિક્વલની જાહેરાત કરી દીધી છે.સુનિલ શેટ્ટીએ આ વાતની પુષ્ટિ કરી છે કે, આ ફિલ્મ ‘આવારા પાગલ દિવાના ૨’ આગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ જશે. હાલ આ ફિલ્મની સિક્વલ બની રહી છે. મારા મતે, આગામી વર્ષની શરૂઆત સુધીમાં જ ફિલ્મનું શુટિંગ પુરું થઈ જશે. આ સાથે જ લગભગ બે દાયકા કરતાં વધુ સમય બાદ સુનિલ શેટ્ટી બૉલિવૂડના ખિલાડીકુમાર સાથે સ્ક્રીન શેર કરશે.અગાઉ ૨૦૦૨માં ‘આવારા પાગલ દિવાના’ ફિલ્મનો પ્રથમ ભાગ આવ્યો હતો. જબરદસ્ત એક્શન અને કૉમેડી સીનના કારણે આ ફિલ્મે દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડ્યું હતુ. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર સુપર હિટ સાબિત થઈ હતી.અક્ષય અને સુનિલ સિવાય આ ફિલ્મમાં આફતાબ શિવદાસાની, અમ્રિતા અરોરા, પ્રીતિ જાંગિયાની અને રાહુલ દેવ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. જાે કે હજુ સુધી ‘આવારા પાગલ દિવાના’ની સિક્વલની સ્ટારકાસ્ટ અને ડિરેક્ટરનું નામ હજુ સુધી ફાઈનલ નથી થયું, પરંત સુનિલ અને અક્ષયની સુપરહીટ જાેડીને મોટા પડદા પર જાેવા માટે દર્શકો આતુર છે.




