
કુશા કપિલાના પૂર્વ પતિનું દર્દ છલકાયું.છૂટાછેડા બાદ ઝોરાવર અહલુવાલિયાએ કહ્યું, હું લૂઝર છું, મેં બધું ગુમાવી દીધુંં.૨૦૨૩માં કુશા કપિલાથી અલગ થયા બાદ ઝોરાવરે વીડિયો શેર કરી સંઘર્ષ અને આત્મવિશ્વાસની વાત કરી.લોકપ્રિય અભિનેત્રી અને કન્ટેન્ટ ક્રિએટર કુશા કપિલા પોતાના જીવનમાં આગળ વધી ચૂકી છે અને છૂટાછેડા બાદ હાલ પોતાની પ્રોફેશનલ લાઇફ તથા ફિટનેસ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંતુ બીજી તરફ, કુશા કપિલાના પૂર્વ પતિ ઝોરાવર સિંહ અહલુવાલિયા હાલ અત્યંત મુશ્કેલ અને ભાવનાત્મક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ઝોરાવરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક અત્યંત ભાવુક વીડિયો શેર કરીને પોતાના તૂટેલા લગ્નજીવન, કરિયરના સંઘર્ષાે અને માનસિક સ્વાસ્થ્ય સામે લડવાની હૃદયદ્રાવક સચ્ચાઈ દુનિયા સામે મૂકી છે.‘મેં મારા લગ્ન, કોર્પાેરેટ જાેબ, ઘર અને આત્મસન્માન બધું જ ગુમાવી દીધું’: ઝોરાવરનું છલકાયું દર્દપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા વીડિયોમાં ઝોરાવર અહલુવાલિયાએ અત્યંત ભાવુક થઈને પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું:“હું સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહ્યો હતો. આ બ્રેક મારા માનસિક સ્વાસ્થ્ય માટે હતો, કારણ કે હું સારું અનુભવી રહ્યો નહોતો. ત્યારબાદ મને કેટલીક બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ મળી, જેના માટે મારું કેમેરાની સામે આવવાનું મન નહોતું અને હું લો-પ્રોફાઇલ રહેવા માંગતો હતો. એક વાત જે હું આજે કબૂલ કરવા માંગુ છું, તે એ છે કે હું એક ‘લૂઝર’ છું.”ખ્% જીવનની તમામ કીમતી વસ્તુઓ ગુમાવવાનો વસવસો: ઝોરાવરે આગળ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષાેમાં તેણે એ બધું જ ગુમાવી દીધું છે જેની તેને દિલથી પરવા હતી. તેણે કહ્યું કે, “હું મારા લગ્ન બચાવી શક્યો નહીં. મેં મારી કોર્પાેરેટ જાેબ ગુમાવી દીધી. મેં એ ઘર ગુમાવી દીધું, જે મેં મારા પોતાના માટે બનાવ્યું હતું. મેં મારું આત્મસન્માન ગુમાવી દીધું અને પોતાની જાત પ્રત્યે સારું અનુભવવાની લાગણી પણ ગુમાવી દીધી.”ખ્% સરખામણીની લડાઈમાં હાર: તેણે વધુમાં ઉમેર્યું કે, “હું સતત બીજાઓ સાથે મારી જાતની સરખામણી કરવાની લડાઈ હારી ગયો અને જ્યારે મેં આ બધું ગુમાવ્યું, ત્યારે મેં બીજી પણ ઘણી વસ્તુઓ ગુમાવી દીધી. મેં મારું જૂનું સ્વરૂપ ગુમાવ્યું અને પોતાની જાત પર દયા ખાવાનું પણ છોડી દીધું. ‘છ વખત પડો, સાત વખત ઉઠો’… હારતા-હારતા હું એકદમ તળિયે પહોંચી ગયો અને જ્યારે સૌથી નીચે પહોંચ્યો, ત્યારે એ છેલ્લો સહારો કે નીચલો મુકામ પણ પાછળ છૂટી ગયો.”ઝોરાવરે પોતાના બાળપણ અને સ્કૂલના દિવસોને યાદ કરતાં કહ્યું કે બાળપણથી જ—ખાસ કરીને સ્કૂલમાં કે મોટા થતી વખતે—તેમને કોઈ ‘લૂઝર’ કહે તો ખૂબ ખરાબ લાગતું હતું. પરંતુ જેમ-જેમ તેઓ મોટા થયા, તેમ-તેમ તેને સમજાયું કે તે આ શબ્દથી જેટલું ભાગતા રહ્યા, તેટલું જ તે તેની સાથે જાેડાયેલું રહ્યું. તેણે હિંમતભેર સ્વીકાર્યું કે, “આજે હું આ વાતને સ્વીકારી રહ્યો છું કે હું એક લૂઝર છું. હું એક એવો લૂઝર છું, જેણે બધું જ ગુમાવી દીધું, પરંતુ તેમ છતાં પોતાની જાત પર વિશ્વાસ જાળવી રાખ્યો.”તમામ મુશ્કેલીઓ છતાં ઝોરાવરે હાર માની નથી. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યાે કે તેઓ ફરીથી બધું જ હાંસલ કરી લેશે અને ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને પણ ધીરજ સાથે દરેક દિવસનો સામનો કરવાની સલાહ આપી.




