
૧૫૦૦ કરોડના જમીન કૌભાંડમાં થઈ ધરપકડ.સુરેન્દ્રનગર કલેક્ટરે સોલર ઉપર પગ મુકતા ED આવી!.સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ : ED એ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી અરેસ્ટ કર્યાં.સુરેન્દ્રનગરના ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડમાં હવે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી બાદ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલનો વારો પડ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલની ધરપકડ થઈ છે.
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંબી પૂછપરછ બાદ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમને કસ્ટડીમાં લેવાયા છે.
દિલ્હીમાં દાખલ થયેલ એક કેસની તપાસ કરતાં સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ સામે આવ્યું હતું. સમગ્ર મામલે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે કાર્યવાહી કરાઈ છે.
આજે સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલને ીઙ્ઘ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ed દ્વારા કલેક્ટરની તપાસ માટે રિમાન્ડ માંગવામાં આવશે. અગાઉ ચંદ્રસિંહ મોરીના Ed એ રિમાન્ડ માંગ્યા હતા. આજે ૪ વાગે સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલને ed કોર્ટમાં રજૂ કરાશે.
ED એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી રિમાન્ડ મંજૂર થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના કરોડોના કથિત જમીન એન.એ કૌભાંડ અને ભ્રષ્ટાચારના ચકચારભર્યા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા પકડાયેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના આઠ દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જયાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજુ = કે.એમ.સોજીત્રાએ આરોપી ચંદ્રસિંહ મોરીને સાબરમતી જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો. આમ, સુરેન્દ્રનગરના દ્ગછ કૌભાંડમાં ચંદ્રસિંહ મોરી જેલમાં ધકેલાયો છે. ત્યારે હવે એસીબી પણ મોરીની કસ્ટડી મેળવે તેવી શક્યતા છે.




