
દિલ્હીથી કોલંબોની ટિકિટ ૬.૬૬ લાખે પહોંચી.IND vs PAK ના રોમાંચ વચ્ચે વિમાન ભાડામાં ‘આગ’સામાન્ય દિવસોમાં દિલ્હીથી કોલંબોનું ભાડું અંદાજે ૧૨,૦૦૦ રૂપિયાથી શરૂ થતું હોય છે.ભારત અને શ્રીલંકાના યજમાનપદે રમાઈ રહેલા ટી૨૦ વિશ્વ કપ ૨૦૨૬માં આગામી ૧૫ ફેબ્રુઆરી, રવિવારના રોજ ક્રિકેટ જગતની બે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે. કોલંબોમાં રમાનારી આ મેચને લઈને ચાહકોમાં એટલો ઉન્માદ છે કે દિલ્હી અને મુંબઈથી કોલંબો પહોંચવું હવે સામાન્ય પ્રવાસ નથી રહ્યો, પરંતુ એક મોંઘો સોદો બની ગયો છે. કેટલીક ફ્લાઈટ્સનું ભાડું તો ૬.૬૬ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ હંમેશા આસમાને હોય છે, અને તેનો સીધો ફાયદો એરલાઈન્સ અને હોટલ ઉદ્યોગ ઉઠાવે છે. મેચ જાેવા માટે ચાહકોએ માત્ર મોંઘી ફ્લાઈટ જ નહીં, પણ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. મેચની ટિકિટો બુક કરવી એ લોટરી લાગવા જેવી બાબત બની ગઈ છે. કોલંબોની હોટલોમાં પણ ભાડા સામાન્ય કરતા ૫ થી ૧૦ ગણા વધી ગયા છે. ડાયરેક્ટ ફ્લાઈટ ન મળવાને કારણે લોકો ૧-સ્ટોપ ફ્લાઈટ પસંદ કરી રહ્યા છે, જેમાં ખાનગી એરલાઈન્સ મનસ્વી રીતે ભાડું વસૂલી રહી છે.




