
મોનાલિસાની માંગમાં બોયફ્રેન્ડ ફરમાને સિંદૂર ભર્યુંમહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો વીડિયો વાયરલ થયોમહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાએ ૧૧ માર્ચે તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા હતા
વર્ષ ૨૦૨૫માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન માળા વેચનારી મોનાલિસા પોતાની મોટી આંખોને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી અને જાેતજાેતામાં તેમહાકુંભ વાયરલ ગર્લ‘ બની ગઈ હતી. આ દરમિયાન, મહાકુંભ વાયરલ સેન્સેશન મોનાલિસાએ ગઈકાલે પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા છે. મોનાલિસાએ આ લગ્ન કેરળમાં તિરુવનંતપુરમ પાસે પૂવરમાં અરુમાનૂર શ્રી નૈનાર દેવા મંદિરમાં કર્યા છે. તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે મોનાલિસા લાલ સાડી પહેરેલી જાેવા મળી રહી છે. તિરુવનંતપુરમના અરુમાનૂર નૈનાર મંદિરમાં તેનો બોયફ્રેન્ડ ફરમાન ઘણા લોકોની હાજરીમાં તેની માંગમાં સિંદૂર ભરતો અને તેને મંગળસૂત્ર જેવો દોરો પહેરાવતો જાેવા મળે છે. આ દરમિયાન બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, મોનાલિસા મધ્ય પ્રદેશના ઈન્દોરની રહેવાસી છે અને તેનો પતિ ફરમાન મહારાષ્ટ્રનો રહેવાસી છે. બંને ૧.૫ વર્ષથી રિલેશનશિપમાં હતા. જાેકે, આ કપલને મોનાલિસાના પિતા જય સિંહ ભોસલેના સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેઓ અલગ-અલગ ધર્મના છે. એવો પણ આરોપ છે કે તેમણે મોનાલિસા પર એક દૂરના સંબંધી સાથે જબરદસ્તી લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા પછી મોનાલિસાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, “મારો પરિવાર મારા લગ્ન ક્યાંક દૂર કરાવવા માંગતો હતો, જે મને પસંદ નહોતું… પણ હવે હું ખુશ છું…”
મોનાલિસા હાલમાં જ પૂવરમાં તેની પ્રથમ મલયાલમ ફિલ્મનાગમ્મા‘નું શૂટિંગ કરી રહી હતી, એવા સમાચાર છે કે તેના પિતાએ તેને શોધી કાઢી અને જબરદસ્તી પોતાના વતન પાછા લઈ જવાનો પ્રયાસ કર્યો. આ ઘટના પછી, મોનાલિસા અને ફરમાન કેરળની રાજધાનીના થમ્બનૂર પોલીસ સ્ટેશન ગયા અને સુરક્ષાની માંગ કરી. ફરિયાદ નોંધાવ્યા બાદ તેના પિતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. પોલીસે પરિવારને જણાવ્યું કે મોનાલિસા ૧૮ વર્ષની હોવાથી તેને કોની સાથે રહેવું છે તે નક્કી કરવાનો કાયદેસરનો અધિકાર છે.
ત્યારબાદ મોનાલિસા તેના બોયફ્રેન્ડ સાથે સ્ટેશનથી નીકળી ગઈ અને આ કપલે એક મંદિરમાં લગ્ન કરી લીધા.
કેરળના ઘણા મોટા નેતાઓ આ કપલને સપોર્ટ કરવા આવ્યા હતા, જેમાં કેરળના શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટી પણ સામેલ હતા, જેમણે આ ઘટનાને “અસલી કેરળની કહાની” ગણાવી હતી. એમવી ગોવિંદન (CPI(M) સ્ટેટ સેક્રેટરી) અને એએ રહીમ (સાંસદ) પણ ત્યાં હાજર હતા.




