
વીડિયો ઉતારી બ્લેકમેલ કરીને લાજ લૂંટી અબ્દુલે ‘રાહુલ’ બનીને યુવતીને ફસાવી લાજ લૂંટી જબલપુરમાં એક યુવતી સાથે અબ્દુલ ફરાજ ખાને નામ બદલીને દોસ્તી કરી અને દુષ્કર્મ આચર્યું હતું અવારનવાર બનતા દુષ્કર્મના કેસ વચ્ચે મધ્ય પ્રદેશથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જબલપુરમાં નામ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી અબ્દુલ ફરાજ ખાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેના પર આરોપ છે કે તેણે નામ બદલીને યુવતી સાથે દોસ્તી કરી હતી. ત્યારબાદ વિશ્વાસમાં લઈને તેની સાથે ગેરકાયદેસર સંબંધો બાંધ્યા હતા.
ઓમતી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, આરોપી અબ્દુલે પોતાની ઓળખ રાહુલ આપીને યુવતી સાથે દોસ્તી કરી હતી. આરોપ છે કે તેણે લગ્નની લાલચ આપીને અંદાજે ૧ વર્ષ સુધી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન તે તેને જબલપુર સિવાય અન્ય શહેરોમાં પણ લઈ ગયો હતો, જ્યાં તેની સાથે ઘણી વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આરોપીએ નશીલો પદાર્થ આપીને દુષ્કર્મ આચર્યું અને વિરોધ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સતત ધમકીઓથી પરેશાન થઈને પીડિતા માનસિક તણાવમાં આવી ગઈ હતી. ધમકીઓ અને બ્લેકમેલિંગથી પરેશાન થઈને પીડિતાએ આત્મહત્યા કરવાનું મન બનાવી લીધું હતું. પછી તે કેટલાક વકીલોના સંપર્કમાં આવી અને તેમણે તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે સમજાવી હતી.
પીડિતાએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. ફરિયાદમાં તેણે અબ્દુલ પર અંગત પળોના વીડિયો રેકોર્ડ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જાેકે પોલીસે શહેરના જૂના બસ સ્ટેન્ડ નિવાસી આરોપી અબ્દુલની ધરપકડ કરી હતી. બીજી તરફ, વકીલોએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી.




