
ફિલ્મ ભારતીય સિનેમાની વૈશ્વિક પહોંચને ઉજાગર કરશે અહસાસ ચન્નાની ‘ગુદગુદી’ કાન ૨૦૨૬ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી પામી સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરતાં, ટીમે પોતાની ખુશી અને આભાર વ્યક્ત કર્યાે અને ફિલ્મનું ઑફિશિયલ પોસ્ટર પણ શેર કર્યું હતું મનિષા મકવાણા દ્વારા ર્નિદેશિત ગુદગુદીનું માર્ચે ડ્યુ ફિલ્મ વિભાગ હેઠળ પ્રીમિયર થશે, જે ભારતીય સિનેમાની વૈશ્વિક પહોંચને ઉજાગર કરે છે.અહસાસ ચન્ના અભિનીત ફિલ્મ ગુદગુદીના નિર્માતાઓએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે કે ફિલ્મને સત્તાવાર રીતે ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ના માર્ચે ડ્યુ ફિલ્મ વિભાગ હેઠળ સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી છે, જે ૧૨ મેથી ૨૩ મે, ૨૦૨૬ દરમિયાન યોજાવાનો છે. આ પસંદગી પ્રોજેક્ટ માટે એક મહત્વની છે, જેમાં તેને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્લેટફોર્મ પર સ્થાન આપવામાં આવ્યું છે.સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરતાં, ટીમે પોતાની ખુશી અને આભાર વ્યક્ત કર્યાે અને ફિલ્મનું ઑફિશિયલ પોસ્ટર પણ શેર કર્યું હતું.
નિર્માતાઓએ લખ્યું, “પ્રસ્તુત છે ગુદગુદી. અમારી બીજી એક ખાસ ફિલ્મ જેને કાન સુધી પહોંચવાનો માર્ગ મળ્યોપ અને અમે આ ક્ષણ તમને બધાને જણાવતા આભારી છીએ. આ એક સપનું સાકાર થવાનું છે અમારી ડ્રીમ ટીમ મનિષા મકવાણા અને અહેસાસ સાથે”મનિષા કે મકવાણા દ્વારા ર્નિદેશિત આ ફિલ્મનો સમાવેશ માત્ર કાસ્ટ અને ક્રૂ માટે જ નહીં પરંતુ ભારતીય સિનેમાના વધતા વૈશ્વિક પ્રભાવ માટે પણ ગૌરવની ક્ષણ માનવામાં આવે છે. આ પ્લેટફોર્મ વિશ્વભરના ફિલ્મમેકર્સ, પ્રોડ્યુસર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સને એકત્ર કરે છે, જયાં સર્જનાત્મકનં આદાનપ્રદાન થવાની સાથે તેમના કામની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે. મુકેશ છાબરા અને વ્હાઇટ પીકોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુદગુદીનું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થશે. ફિલ્મ બનવાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા સુધીની સફર ભારતીય વાર્તાઓની વૈશ્વિક પહોંચને દર્શાવે છે અને બતાવે છે કે આધુનિક સિનેમા કેવી રીતે ભૌગોલિક સીમાઓ તોડી વિશ્વભરના દર્શકો સાથે જાેડાઈ રહ્યું છે.



