
હોર્મુઝમાં ફસાયેલા જહાજાે માટે ઇરાનની મોટી જાહેરાત દરિયાઈ, ટેક્નિકલ અને મેડિકલ સહાય આપીશું ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશને તમામ જહાજાેના કેપ્ટનો માટે એડવાઈઝરી જાહેર કરી છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા વ્યક્ત કરી છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજાેને તકનીકી અને મેડિકલ સહાય આપવાનું આશ્વાસન આપ્યું છે. પાકિસ્તાન અને અન્ય દેશોની વિનંતી પર ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ (દરિયાઈ નાકેબંધી) ને કામચલાઉ ધોરણે રોકવાનો ર્નિણય લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈરાન સાથે પરમાણુ પ્રોગ્રામ અને દરિયાઈ સુરક્ષા મુદ્દે સમજૂતી કરવા માટે અમેરિકા તૈયાર છે. ઈરાની સત્તાવાર ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, હવે ઈરાન હોર્મુઝ વિસ્તારમાં જહાજાેને ઈંધણ, ખોરાક અને સ્વાસ્થ્ય સેવાઓ જેવી સુવિધાઓ આપશે. ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશને તમામ જહાજાેના કેપ્ટનો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જહાજાે જરૂર પડ્યે ઈરાની બંદરોનો સંપર્ક કરી શકશે. દરિયાઈ સુરક્ષાનો આ સંદેશ આગામી ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વાર પ્રસારિત કરવામાં આવશે. કોઈપણ કટોકટીમાં ઈરાન હવે તબીબી સહાય અને સમારકામની સામગ્રી પૂરી પાડવા કટિબદ્ધ છે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન વિરુદ્ધના સૈન્ય અભિયાનમાં સફળતા મળ્યા બાદ હવે વાટાઘાટોનો સમય પાકી ગયો છે. જાે બંને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થાય, તો મધ્ય-પૂર્વ (Middle East) માં મોટી અશાંતિ ટળી શકે છે.



