
જેસિકા નામની યુવતીના રોલમાં દેખાશે.ધી પોર્ટલ ઓફ ફોર્સ ફિલ્મથી દિશા પટાણીનું હોલિવુડમાં ડેબ્યૂ.બોલિવુડમાં દિશા પટાણી મોટાભાગે ટાઈગર શ્રોફ સાથે અફેર તથા બ્રેક અપના કારણે જ ચર્ચામાં રહી છે.ભારતીય અભિનેત્રી દિશા પટાણીએ હોલિવુડમાં ડેબ્યુ કર્યું છે. તે ‘ધી પોર્ટલ ઓફ ફોર્સ’ ફિલ્મમાં જેસિકા નામની યુવતીના પાત્રમાં દેખાશે. ફિલ્મમાં તેના સહકલાકારોમાં કેવિન સ્પેસી અને ટાયરેસ ગિબ્સનનો સમાવેશ થાય છે. આ સુપર નેચરલ હોરર થ્રીલર ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રીલિઝ કરાયું છે. દિશાએ આ નિમિત્તે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઈન્ટરનેશનલ કાસ્ટ સાથે કામ કરવાથી પોતે ઘણું બધું શીખી છે. ઉલ્લેખનીય છે કે બોલિવુડમાં દિશા પટાણી મોટાભાગે ટાઈગર શ્રોફ સાથે અફેર તથા બ્રેક અપના કારણે જ ચર્ચામાં રહી છે. તેણે હિન્દી તથા તેલુગુ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ પોતાનું ખાસ કોઈ સ્થાન બનાવી શકી નથી. તાજેતરમાં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ઓ રોમિયો’માં તેણે તદ્દન નજીવી ભૂમિકા કરી હતી.



