
મલયાલમ દૃશ્યમ ફ્રેન્ચાઇઝીમાં વધુ એક સિક્વલ જાેવા મળશે મોહનલાલની ‘દૃશ્યમ ૩’ એક રોમાંચક સિક્વલના વચન સાથે પૂરી થઈ ‘દૃશ્યમ ૩’માં મોહનલાલ, મીના, અંસિબા હસન, એસ્થર અનિલ, આશા શરથ અને અન્ય કલાકારો છે હનલાલની ૨૦૨૬ની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંથી એક ‘દૃશ્યમ ૩’ આખરે રિલીઝ થઈ અને ખાસ કરીને સાઉથમાં રેકોર્ડ ઓપનિંગ મળ્યું છે. ફિલ્મ રિલીઝ પહેલાં એવા અહેવાલો હતા કે આ ત્રીજાે ભાગ આ લોકપ્રિય ફ્રેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ હશે. જાેકે, હવે જાણવા મળ્યું છે કે એવું નથી.ફિલ્મ રિલીઝ પછી એવા અહેવાલો છે કે ‘દૃશ્યમ ૩’ એક નિર્ણાયક મુકામ પર અટકે છે, જેમાં નિર્માતાઓએ ચોથા ભાગ માટે મજબૂત પાયો તૈયાર કર્યાે છે. ઘટનાઓ જે રીતે આગળ વધે છે, તે જાેતા કહી શકાય કે ‘દૃશ્યમ ૪’ વધુ રોમાંચક અને ભયાનક બની શકે છે.‘દૃશ્યમ ૩’માં મોહનલાલ, મીના, અંસિબા હસન, એસ્થર અનિલ, આશા શરથ અને અન્ય કલાકારો છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન જિતુ જાેસેફે કર્યું છે અને નિર્માણ એન્ટોની પેરુંબાવુરે કર્યું છે. પ્રથમ ભાગ ‘દૃશ્યમ’ ૨૦૧૩માં રિલીઝ થયો હતો અને તે સમયે સર્વકાલીન સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ બની હતી. બીજાે ભાગ ‘દૃશ્યમ ૨’ ૨૦૨૧માં કોવિડ સંબંધિત પ્રતિબંધોને કારણે સીધો ઓટીટી પર રિલીઝ થયો હતો અને તેને ભારે પ્રશંસા મળી હતી.ત્યારે હવે આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘દૃશ્યમ ૩’ કેરળ અને ભારતના અન્ય ભાગોમાં લગભગ ૧૨૦૦ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. વિદેશોમાં ફિલ્મ વધુ મોટા પાયે, ૧૫૦૦થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મને કુલ ૬૬ દેશોમાં રજૂ કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો, ‘દૃશ્યમ ૩’ વિશ્વભરમાં અંદાજે ૨૭૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.



