
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં દાનની રકમમાં ચોરીનો આરોપ મુકવામાં આવ્યો છે. અને એના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ભૈરવ સેનાએ મુકેલા આ આરોપોએ સનસનાટી મચાવી લીધા બાદ હવે મંદિર સમિતિના કર્મચારીઓ અને મંદિર સમિતિના પ્રમુખના પર્સનલ આસિસ્ટન્ટ (P.A) ને નોટીસ ફટકારવામાં આવી છે.
રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ બાદ બદ્રીનાથ ધામમાં પણ આવા આરોપો થતા ભાવિકોની લાગણી દુભાઈ છે. ભૈરવ સેનાના પ્રમુખ સંદીપ ખત્રીએ મંદિર સમિતિના પ્રમુખ કાર્યકારી અધિકારી સોહન સિંહ રાગઢ ને પત્ર લખીને પ્રસાદમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગણી કરી છે.




