
તબિયત અંગેની અફવાઓ પર તોડયું મૌન સલમાન ખાને સોશિયલ મીડિયા પર શેર કરી રહસ્યમય પોસ્ટ મુંબઈના એક કાર્યક્રમમાં સલમાનનો થાકેલો લુક જાેઈને ચાહકો ચિંતામાં મુકાયા બાદ સલમાને પોસ્ટ કરીને અટકળો પર આપ્યો જવાબ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં મુંબઈમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (જછઅ) ના એક સપોર્ટ સેન્ટરનાં ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. આ કાર્યક્રમનાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સમાં તેમની તબિયતને લઈને ચિંતાની લહેર ફરી વળી હતી.વીડિયોમાં સલમાન ખાન ખૂબ જ થાકેલા અને નબળા દેખાતાં હોવાથી ઘણાં લોકોએ અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું કે તેઓ બીમાર છે કે પછી ઉંમરની અસર દેખાઈ રહી છે. આ તમામ ચર્ચાઓ અને અફવાઓ વચ્ચે સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરીને મૌન તોડ્યું છે.પોતાની ખાસ અંદાજમાં કેપ્શન લખતાં તેમણે સીધો પોતાની તબિયત વિશે જવાબ આપવાને બદલે ફેન્સને જ સામો સવાલ પૂછી લીધો હતો કે, તમારા બધાની તબિયત કેમ છે?” તેમની આ રહસ્યમય પોસ્ટે અફવાઓ ફેલાવનારાઓને પોતાની શૈલીમાં જવાબ આપ્યો છે.સલમાન ખાન આગામી સમયમાં અપૂર્વ લાખિયાના ર્નિદેશનમાં બનનારી ફિલ્મ ‘માતૃભૂમિ‘માં જાેવા મળશે, જે વર્ષ ૨૦૨૦ ની ગલવાન ઘાટીની ઘટના પર આધારિત છે. આ સિવાય તેઓ ર્નિદેશક વંશી પૈડીપલ્લીની આગામી ફિલ્મમાં નયનતારા સાથે સ્ક્રીન શેર કરતાં પણ નજરે પડશે.




