
ગ્રીસમાં પ્રચંડ દાવાનળ પાણીની ખેંચને લીધે હંગેરીને ન્યુક્લિયર પાવર પ્લાંટ બંધ કરવો પડયો થોડા સમય પૂર્વે ફ્રાંસ અને સ્પેનમાં પણ જંગલમાં આગ લાગી હતી. તે માંડ બુઝાઈ ત્યાં ગ્રીસમાં આગ શરૂ થઇ છે ગ્રીસનાં પાટનગર એથેન્સની ઉત્તર પશ્ચિમે રહેલાં વનમાં પ્રચંડ દાવાનળ ફાટી નીકળ્યો છે. આ માટે છેલ્લા કેટલાયે સમયથી યુરોપમાં પડી રહેલી પ્રચંડ ગરમી પણ એક કારણ માનવામાં આવે છે. આ ગરમીમાં વૃક્ષોની ડાળો એકબીજી સાથે ઘસાતાં અગ્નિ ફેલાઈ શકે છે. એક સંભાવના તે પણ છે કે વનોમાં ઉજાણી કરવા જતા લોકો કદાચ અગ્નિ પ્રગટાવ્યા પછી (રાંધવા માટે) પૂરો શમાવી ન દેતાં તેના બાકી રહેલા અંગારા સૂકાં પાંદડાં સળગતાં દાવાનળ શરૂ થઇ જાય છે.આ દાવાનળ એટલો વ્યાપક બની રહ્યો છે કે એથેન્સની ઉત્તર પશ્ચિમે રહેલાં ૧૦૦થી વધુ મકાનો તો ભસ્મીભૂત થઇ ગયાં છે, સરકારે હજ્જારોનું સ્થળાંતર પણ શરૂ કરાવી દીધું છે.આ દાવાનળથી સહેલાણીઓ માટેનાં પ્રિય સ્થળ કેફેવોનિયા ટાપુ ઉપર પણ અગ્નિની જ્વાળા ફેલાતી જતી હોવાથી તે પર્યટન સ્થળ પણ ખાલી કરવામાં આવ્યું છે.ગ્રીસનાં પાટનગરથી ઉત્તર પશ્ચિમે વ્યાપેલી આ આગ શમાવવા ગ્રીસના ફાયર ફાઇટર્સ પણ ઓછા પડયા છે. તેથી, ફ્રાંસ અને રોમાનિયાનાં ફાયર ફાઈટર્સ બોલાવવાં પડયાં છે. છતાં શનિવારે રાતથી શરૂ થયેલી આ આગ કાબુમાં આવતી નથી.છેલ્લા કેટલાયે સમયથી યુરોપમાં ઉનાળા દરમિયાન ઠેર ઠેર દાવાનળ ફેલાતી જાેવા મળે છે. થોડા સમય પૂર્વે ફ્રાંસ અને સ્પેનમાં પણ જંગલમાં આગ લાગી હતી. તે માંડ બુઝાઈ ત્યાં ગ્રીસમાં આગ શરૂ થઇ છે.આ ઉનાળામાં યુરોપમાં પાણીની તંગ ઊભી થઇ છે. હંગેરીમાં તો પાણીની એટલી તંગી ઉભી થઈ છે કે પાણીના અભાવે તેનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બંધ કરવો પડયો છે.




