
૨૮ કરોડ લોકોએ લોન લીધી; ગોલ્ડ લોનમાં ૬૦૦ ટકાનો ઉછાળો.ભારતીયો પર સરેરાશ પોણા પાંચ લાખ રૂપિયાનું દેવું.એક સમયે બચત પર ર્નિભર રહેતો ભારતીય મધ્યમ વર્ગ હવે પોતાની જરૂરિયાતો અને લાઇફસ્ટાઇલ માટે ક્રેડિટ એટલે કે ઉધાર નાણાં પર ર્નિભર થઈ રહ્યો છે.આજના આધુનિક યુગમાં સરળ હપ્તા અને તાત્કાલિક લોનની સુવિધાઓએ ભારતીય પરિવારોના નાણાકીય આયોજનનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. એક સમયે બચત પર ર્નિભર રહેતો ભારતીય મધ્યમ વર્ગ હવે પોતાની જરૂરિયાતો અને લાઇફસ્ટાઇલ માટે ક્રેડિટ એટલે કે ઉધાર નાણાં પર ર્નિભર થઈ રહ્યો છે.
લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ (લોન લેનારા સક્રિય ગ્રાહકો) ની સંખ્યા ૨૮.૩ કરોડને પાર કરી ગઈ છે, જ્યારે વ્યક્તિ દીઠ સરેરાશ દેવું વધીને રૂ. ૪,૭૭,૫૮૩ પર પહોંચી ગયું છે.
સંસદમાં રજૂ થયેલા ચોંકાવનારા આંકડા: રૂ.૬૯.૩૯ લાખ કરોડનું પર્સનલ ક્રેડિટ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરોu TransUnion CIBIL ડેટાના આધારે સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ, માર્ચ ૨૦૨૬ સુધીમાં દેશમાં કુલ પર્સનલ બેંક લોનનો આંકડો ૬૯.૩૯ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
છેલ્લા ૪ વર્ષમાં ગોલ્ડ લોનમાં સીધો ૬ ગણો ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે પરિવારો પોતાની ટૂંકા ગાળાની રોકડ જરૂરિયાતો પૂરી કરવા માટે ઘરમાં રહેલા સોનાનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.
ડેટા દર્શાવે છે કે કુલ પર્સનલ ક્રેડિટમાં સૌથી મોટો હિસ્સો હજુ પણ હાઉસિંગ લોનનો છે. માર્ચ ૨૦૨૨ માં જે હોમ લોન ૧૭.૩૮ લાખ કરોડ હતી તે માર્ચ ૨૦૨૬ માં વધીને ૩૩.૫૫ લાખ કરોડ થઈ ગઈ છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે સરળ ક્રેડિટના આ જમાનામાં ભારતીય પરિવારો માટે આ ધિરાણ આર્થિક સમૃદ્ધિનો માર્ગ બનશે કે પછી લાંબા ગાળે દેવાનો મોટો બોજ?




