
ઓનલાઈન ગેમિંગની કમાલ!.માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં ૧૪ હજાર કરોડની માલિક બની યુવતી.દક્ષિણ કોરિયાની ૨૨ વર્ષીય કિમ જંગ યુન ૧.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વની સૌથી યુવા મહિલા ટેક અબજાેપતિ બની.ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઝડપથી વધી રહી છે, પરંતુ દક્ષિણ કોરિયાની કિમ જંગ યુન માત્ર ૨૨ વર્ષની ઉંમરે ૧.૭ અબજ ડોલર (આશરે રૂ.૧૪,૦૦૦ કરોડ)ની નેટવર્થ સાથે વિશ્વની સૌથી નાની વયની મહિલા ટેક અબજાેપતિ બની ગઈ છે. ફોર્બ્સ (Forbes 2026 Billionaires List) ની યાદીમાં તેનું નામ સૌથી ઉપર છે.
કિમ જંગ યુનની સંપત્તિ કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાથી નથી આવી, પરંતુ તેમના પિતા કિમ જંગ જૂKim Jung-ju) દ્વારા સ્થાપિત ગેમિંગ કંપની Nexon માંથી મળેલી હિસ્સેદારીને કારણે છે.
Nexon ની શરૂઆત: કિમ જંગ જૂએ ૧૯૯૪માં નેક્સનની શરૂઆત કરી હતી, જેણે MapleStory, KartRider અને Dungeon & Fighter જેવી વિશ્વપ્રસિદ્ધ ઓનલાઇન ગેમ્સ બનાવી.
Free-to-Play મોડેલ: નેક્સન કંપની ઓનલાઇન ગેમિંગના ફ્રી-ટુ-પ્લે મોડેલની શરૂઆતી અગ્રણી કંપનીઓમાંથી એક રહી છે. હાલ આ કંપની ૮૦ થી વધુ લાઈવ ગેમ્સ ચલાવે છે, અને ૭૨ થી વધુ દેશોમાં તેના યુઝર્સ છે. વર્ષ ૨૦૨૨ માં ૫૪ વર્ષની વયે પિતાના નિધન બાદ કિમ જંગ યુન અને તેની બહેન કિમ જંગ મિનને નેક્સનની મુખ્ય હોલ્ડિંગ કંપની દ્ગઠઝ્રમાં મોટી હિસ્સેદારી મળી હતી. કિમ જંગ યુન પાસે દ્ગઠઝ્રમાં આશરે ૯% હિસ્સેદારી છે.
નોંધનીય છે કે, કિમ જંગ યુન કંપનીના રોજિંદા કામકાજ કે ઓપરેશન્સમાં સામેલ નથી. તે ૨૦૨૨માં માત્ર ૧૮ વર્ષની ઉંમરે પણ પિતા તરફથી મળેલી સંપત્તિના કારણે વિશ્વની સૌથી નાની વયની અબજાેપતિ બની હતી.




