
ચૂંટણી પહેલા ટ્રમ્પને ઝટકો ૩૬ વર્ષમાં પહેલીવાર કોઈ પ્રમુખનું એપ્રૂવલ રેટિંગ તળિયે વોલ સ્ટ્રીટ જર્નલના સર્વે મુજબ, ટ્રમ્પની એપ્રૂવલ રેટિંગ ઘટીને ૩૭% થઈ જે છેલ્લા ૩૬ વર્ષમાં સૌથી ઓછી છે અમેરિકામાં યોજાનારી આગામી મિડટર્મ (મધ્યસત્ર) ચૂંટણીઓ પહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના તાજેતરના અહેવાલ અને પોલિંગ સર્વે મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પની પોપ્યુલરિટી એટલે કે એપ્રૂવલ રેટિંગ ઘટીને માંડ ૩૭ ટકા પર આવી ગઈ છે. સાલ ૧૯૯૦ પછી એટલે કે છેલ્લા ૩૬ વર્ષમાં મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં કોઈપણ અમેરિકન પ્રમુખની આ સૌથી ઓછી રેટિંગ નોંધાઈ છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની જીતના દાવા કરી રહેલા ટ્રમ્પ માટે આ આંકડા મોટો આંચકો માનવામાં આવી રહ્યા છે.
રેટિંગમાં કડાકા પાછળના મુખ્ય કારણો
ટ્રમ્પ પ્રશાસન સામે હાલમાં અનેક આંતરિક અને આંતરરાષ્ટ્રીય પડકારો ઊભા થયા છે, જેના કારણે જનતામાં અસંતોષ જાેવા મળી રહ્યો છે.
મોંઘવારી અને આર્થિક ચિંતા: મોંઘવારીમાં સતત વધારો અને ઈંધણ/તેલની વધતી કિંમતોથી સામાન્ય અમેરિકનો પર આર્થિક બોજ વધ્યો છે.
મધ્ય પૂર્વમાં તણાવ: ઈરાન સાથે વધી રહેલા લશ્કરી તણાવ અને યુદ્ધની શક્યતાઓને કારણે નાગરિકોમાં અસુરક્ષાની ભાવના વધી છે. હાલમાં જ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને પરમાણુ વાટાઘાટો પુન: શરૂ કરવા માટે ૭ દિવસનો સીઝફાયર પ્રસ્તાવ આપ્યો હતો. જાેકે, ટ્રમ્પે આ પ્રસ્તાવ ફગાવી દીધો છે.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે નવેમ્બરમાં મિડટર્મ ચૂંટણી પૂરી થતાં જ ઈરાન પર ફરીથી બોમ્બમારો શરૂ કરવામાં આવી શકે છે. આ પહેલા ૨૨ સપ્ટેમ્બરે યુએન જનરલ એસેમ્બલી (ેંદ્ગય્છ) ને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે ખુલ્લેઆમ ઈરાનને તબાહ કરવાની ધમકી આપતાં કહ્યું હતું કે, “મારી પાસે બે વિકલ્પ છે જેમાં એક છે ઈરાન સાથે સમજૂતી કરવી અથવા તો ઈસ્લામિક રિપબ્લિકનો ઝડપથી સંપૂર્ણ સફાયો કરી દેવો. જાેકે મને ખાતરી છે કે ચૂંટણી પછી તેઓ આપોઆપ સમજૂતી કરવા તૈયાર થઈ જશે.”
એપ્રૂવલ રેટિંગમાં મોટો કડાકો બોલાયા બાદ, પોલિટિકોના અહેવાલ મુજબ ટ્રમ્પ હવે રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા રાજ્યોમાં આક્રમક પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે.
ટ્રમ્પ ટૂંક સમયમાં જ આયોવા, ફ્લોરિડા, ટેક્સાસ, અલાસ્કા અને ઓક્લાહોમા જેવા રાજ્યોની મુલાકાત લઈને પોતાની પક્ષના ઉમેદવારો માટે સમર્થન માંગશે. અમેરિકામાં ૩ નવેમ્બરે મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાની છે. હવે જાેવાનું એ રહેશે કે ચૂંટણી પહેલાં ટ્રમ્પ પોતાની રેટિંગ સુધારી શકે છે કે કેમ.




