
તહેવારો ટાણે જ ગ્રાહકોને મોંઘવારીનો માર ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં ઓક્ટોબરથી વધુ ૫ ટકા ભાવવધારાની શક્યતા એપ્રિલ મહિનામાં અંદાજે ૩ ટકાનો ભાવ વધારો થયો હતો અને હવે ઓક્ટોબરમાં વધુ ૫ ટકા જેટલો વધારો થવાની શક્યતા છે
મોંઘવારીથી પરેશાન લોકો માટે ફરી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલ, ઓઈલ સહિત વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે, ત્યારે આગામી ઓક્ટોબર મહિનામાં પણ ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. વિજય ઈલેક્ટ્રોનિક્સના ઓનર અલ્પેશભાઈના જણાવ્યા મુજબ, એપ્રિલ મહિનામાં અંદાજે ૩ ટકાનો ભાવ વધારો થયો હતો અને હવે ઓક્ટોબરમાં વધુ ૫ ટકા જેટલો વધારો થવાની શક્યતા છે. જેના કારણે છેલ્લા ૫થી ૬ મહિનામાં જ કુલ ૮થી ૧૦ ટકા સુધીનો ભાવ વધારો જાેવા મળી શકે છે.
મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકો માટે આગામી દિવસોમાં વધુ એક પડકાર આવી શકે છે. એક તરફ રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓના ભાવમાં સતત ફેરફાર જાેવા મળી રહ્યો છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસર પણ પેટ્રોલ-ડીઝલ, ઓઈલ અને અન્ય કાચા માલના ભાવ પર પડી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ વધતા ખર્ચની અસર ધીમે ધીમે બજારમાં મળતી વિવિધ વસ્તુઓની કિંમત પર જાેવા મળી રહી છે.
વિજય ઈલેક્ટ્રોનિક્સના ઓનર અલ્પેશભાઈના જણાવ્યા મુજબ, અત્યારે લગભગ દરેક ક્ષેત્રમાં ભાવ વધારાની અસર જાેવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલ અને ઓઈલના ભાવ વધે ત્યારે તેની સીધી અસર માત્ર વાહનચાલકો પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ માલના પરિવહનથી લઈને ઉત્પાદન સુધીનો ખર્ચ વધે છે. પરિણામે એક વસ્તુ તૈયાર થઈને ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીના વિવિધ તબક્કામાં ખર્ચ વધતો જાય છે અને તેની અસર અંતિમ કિંમતમાં પણ જાેવા મળે છે.
અલ્પેશભાઈના જણાવ્યા મુજબ, ગત એપ્રિલ મહિનામાં જ આશરે ૩ ટકાનો ભાવ વધારો જાેવા મળ્યો હતો. હવે ઓક્ટોબર મહિનામાં વધુ ૫ ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે છેલ્લા ૫થી ૬ મહિનાની વાત કરવામાં આવે તો કુલ મળીને ૮થી ૧૦ ટકા સુધીનો ભાવ વધારો થવાની શક્યતા છે. જાે આ વધારો થાય છે તો તેની અસર ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક પ્રકારની વસ્તુઓની ખરીદી પર જાેવા મળી શકે છે.
યુદ્ધના કારણે ઓઈલ, પેટ્રોલ, ડીઝલ સહિતના ભાવમાં વધારો થતો હોય ત્યારે તેની અસર ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ પર પણ પડે છે. આ ઉપરાંત વિવિધ પ્રોડક્ટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કાચા માલ અને કલર સહિતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થતો હોવાનો વેપારીઓનો દાવો છે. એટલે એક વસ્તુની કિંમત વધવાનું કારણ માત્ર એક જ બાબત નથી, પરંતુ તેના પાછળ અનેક પ્રકારના ખર્ચમાં થતો વધારો જવાબદાર બની શકે છે. ઓક્ટોબરમાં જાે વધુ ૫ ટકાનો ભાવ વધારો થાય છે તો આગામી સમયમાં ગ્રાહકોને ખરીદી કરતી વખતે વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે. ખાસ કરીને જે લોકો તહેવારોની સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ કે અન્ય મોટી વસ્તુઓ ખરીદવાનું આયોજન કરી રહ્યા છે, તેમના માટે હાલના ભાવ અને આગામી સંભવિત ભાવ વચ્ચેનો તફાવત મહત્વનો બની શકે છે. જાેકે અંતિમ ભાવવધારો કેટલો થશે તે કંપનીઓ અને બજારની સ્થિતિ પર ર્નિભર રહેશે.




