
મોરબી સિરામિક ઉદ્યોગકારોનો સર્વાનુમતે ર્નિણય હવે ઘર બનાવવું મોંઘું થશે! ટાઈલ્સના ભાવમાં એકઝાટકે ૧૨% નો વધારો વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. ૩.૫૦ અને વોલ ટાઈલ્સમાં પ્રતિ બોક્સ રૂ. ૨૦નો વધારો કરવામાં આવ્યો
ગેસ, કોલસા અને વીજળીના વધતા ખર્ચે મોરબીના સિરામિક ઉદ્યોગનું ગણિત ખોરવી નાખ્યું છે. ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થતાં ટાઈલ્સ ઉત્પાદકોએ હવે તેનો બોજ ગ્રાહકો પર નાખ્યો છે. વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. ૩.૫૦ અને વોલ ટાઈલ્સમાં પ્રતિ બોક્સ રૂ. ૨૦ એટલે કે અંદાજીત ૧૨ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ફ્લોર ટાઈલ્સના ભાવ અંગે હજુ ર્નિણય લેવાયો નથી. જાેકે આ ભાવ વધારાને કારણે બાંધકામનો ખર્ચ વધશે તેવી શક્યતા છે. જેની અસર સીધી લોકોના બજેટ પર થશે. મોરબીમાં ૨૫૦ વિટ્રીફાઈડ ટાઈલ્સ યુનિટો કાર્યરત છે. આ એકમો દ્વારા સર્વાનુમતે ભાવવધારાનો ર્નિણય લેવાયો હોવાનું ઉદ્યોગસૂત્રોએ જણાવ્યું છે. ઉત્પાદનમાં સૌથી મોટો ખર્ચ ઉર્જાનો હોવાથી ગેસના ભાવમાં થયેલો વધારો સીધી રીતે ટાઈલ્સની પડતર કિંમતને અસર કરી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં અસ્થિરતા વધી છે. તેની અસર સ્થાનિક ઈંધણ ખર્ચ પર પણ પડી રહી છે.તાજેતરમાં મોરબીના ઔદ્યોગિક કુદરતી ગેસના દરમાં પણ વધારો થયો હતો. હવે પ્રોપેનના ભાવમાં રૂ. ૧.૩૫નો વધારો થતાં ગેસ આધારિત એકમો માટે ખર્ચનું દબાણ વધુ વધ્યું છે. માત્ર ઈંધણ જ નહીં, વીજળીના દરમાં વધારાથી પણ ભઠ્ઠી, ઉત્પાદન અને અન્ય પ્રક્રિયાઓનો ખર્ચ ઊંચો થયો છે.




