
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
ગુજરાત રાજયમાં સફાઈ કામની કામગીરી સાથે વાલ્મીકિ, નાડીયા અને મેઘવાડ સમાજ સંકળાયેલા છે. વર્ષો પહેલા માથે મેલુ ઉપાડવાની કામગીરી વાલ્મીકિ સમાજ કરતો હતો. આ સમાજના મોટા ભાગના લોકોનું જીવન નિર્વાહ સફાઈ કામગીરી ઉપર નિર્ભર છે. ત્યારે સરકાર ધ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરી આ સમાજને ભૂખમરામાં ધકેલવાના પ્રયાસ શરૂ કરેલ છે. રાજય સરકારે કોન્ટ્રાકટરોના લાભાર્થે શરૂ કરેલ કોન્ટ્રાક્ટ સિસ્ટમને અમે વખાડીએ છીએ.રાજય સરકારશ્રીના નાણાં વિભાગ સચિવાલય ગાંધીનગરના તા.૦૧/૦૪/૨૦૧૦ નો ઠરાવ અને રાજય સરકારશ્રીના નાણાં વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક ખરચ-૧૦૨૦૧૦-૧૧૮-ઝ-૧ તા.૧૪/૦૮/૨૦૧૪ ઠરાવથી સુરત મહાનગરપાલિકાના સામાન્ય સભાએ ઠરાવ નં. ૪૬૭/૨૦૨૨,તા.૨૭/૦૭/૨૦૨૨ થી સફાઈ કામગીરી કોન્ટ્રાક્ટ/આઉટસોર્સ સિસ્ટમ નાબૂદ કરે તે માટે અનુસુચિત જાતિ-જનજાતિ સમાજનું વિશાળ સંમેલન તા.૦૪/૧૦/૨૦૨૬ ના રોજ સુરત ખાતે ડી.સી.સોલંકી એડવોકેટ ના પ્રમુખ સ્થાને શ્રમજીવી સેવાલય સુરત સ્ટેશન ખાતે યોજવામાં આવેલ છે. જેમાં આ ઠરાવો રદ કરવા માંગણી કરવામાં આવશે.




