
ધ ટ્રેટર્સ માં જાેવા મળશે ધુરંધર એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસુજા.બિપાશા બાસુએ ‘ધ ટ્રેટર્સ’ની ઓફર ઠુકરાવી.બિપાશા હાલમાં કોઈપણ રિયાલિટી શોનો હિસ્સો બનવાના મૂડમાં નથી, આ વાત ટીમને સ્પષ્ટ રીતે જણાવી.કરણ જાેહર દ્વારા હોસ્ટ કરવામાં આવતો ધ ટ્રેટર્સ શો ઇન્ડિયાની પહેલી સિઝન દર્શકોની વચ્ચે જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. એમેઝોન પ્રાઇમ વિડિયોએ આ વર્ષના સ્લેટ એનાઉન્સમેન્ટ દરમિયાન ધ ટ્રેટર્સની બીજી સિઝનનું એલાન કર્યું. કરણ જાેહર હવે જલદી જ આ રિયાલિટી શોની બીજી સિઝનનું શૂટિંગ શરૂ કરશે. ધ ટ્રેટર્સની નવી સિઝન માટે અનેક કન્ટેસ્ટન્ટ્સના નામ સામે આવ્યા છે જેમાં બિપાશા બાસુનું નામ ટોપ પર હતું. પરંતુ લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિપાશા બાસુએ કરણ જાેહરના શોની ઓફર ઠુકરાવી દીધી છે. બિપાશા હાલમાં કોઈપણ રિયાલિટી શોનો હિસ્સો બનવાના મૂડમાં નથી. આ વાત ટીમને સ્પષ્ટ રીતે જણાવી દીધી છે. દીકરી દેવીના જન્મ પછી બિપાશા તેની પર્સનલ લાઇફ અને ફેમિલી પર વધારે ધ્યાન આપે છે.
કરણ જાેહરના આ શોની બીજી સિઝનના ટોપ કન્ટેસ્ટન્ટ્સની વાત કરવામાં આવે તો નેહા ધુપિયા અને ક્રિસ્ટલ ડિસૂજાનું નામ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. બંને હિરોઇન આ વર્ષે શોનો હિસ્સો બનશે. આ સાથે જ સંજય કપૂર પણ ધ ટ્રેટર્સમાં જાેવા મળી શકે છે. શ્વેતા તિવારી, મુનવ્વર ફારુકી, એલ્વિશ યાદવ, રૂબિના દિલૈક અને મલ્લિકા શેરાવત જેવા અનેક નામ ચર્ચામાં છે. જાે કે મેકર્સે આ વાતને લઈને કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. આ પૂરી રીતે સસ્પેન્સ છે.
ધ ટ્રેટર્સની પહેલી સિઝન ઉર્ફી જાવેદ અને નિકિતા લૂથરે જીતી હતી. તેની સ્માર્ટ રણનીતિ અને ગેમપ્લે દર્શકોને ખૂબ પસંદ પડી હતી. શોનું ફોર્મેટ ઇનોસેન્ટ પર આધારિત છે. આ એક અમેરિકન શોની કોપી છે.
આમ, વાત કરવામાં આવે તો બિપાશા બાસુ તેની એક્ટિંગથી હંમેશા ફેન્સને ફિદા કરી દેતી હોય છે. બિપાશા બાસુનું ફેન ફોલોઇંગ ખૂબ વધારે છે. આમ, એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.




