
ફિલ્મમાં ઋષભ શેટ્ટી શિવાજી મહારાજના રોલમાં હશે.અર્જુન રામપાલ ધૂરંધર ટુની સફળતા પછી અન્ય પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. અભિનેતા ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજની ફિલ્મમાં વિલનના રોલમાં જાેવા મળશે. જ્યારે આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં ઋષભ શેટ્ટી હશે. આ ફિલ્મનું નિર્માણ સંદીપ સિંહનું હશે અને આ ફિલ્મ દ્વારા તે દિગ્દર્શક તરીકેની પણ કારકિર્દી શરૂ કરશે. ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના સાહસ,યુદ્ધ કૌશલ અને મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ સંઘર્ષની ગૌરવગાથા દર્શાવામાં આવશે.આ ફિલ્મમાં શેફાલી શાહ છત્રપતિ શિવાજીની માતા રાજમાતા જિજાબાઇની ભૂમિકામાં હશે. સંદીપ સિંહની આ ફિલ્મનું શૂટિંગ જુન મહિના પછી શરૂ કરવાની યોજના છે. ફિલ્મનું સંગીત પ્રીતમનું હશે. અને સિનેમેટોગ્રાફી રવિ વર્માની હશે.




