
કિસાન બચાવો પદયાત્રાના સમાપન બાદ સૌપ્રથમ વાર આમ આદમી પાર્ટી ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવિણ રામની પ્રતિક્રિયા સામે આવી હતી. વિડિયોના માધ્યમથી પ્રવિણ રામે જણાવ્યું હતું કે 108 દિવસની લાંબી જેલ કાપ્યા બાદ સોમનાથથી શરૂ થયેલી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ થયેલી પરિવર્તન લાવો – કિસાન બચાવો યાત્રા ગઈકાલે ગાંધીનગર ખાતે એક વિશાળ જનસભા સાથે સમાપ્ત થઈ. આ વિશાળ જનસભામાં સમગ્ર ગુજરાતમાંથી હજારો ખેડૂતોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોનો આમ આદમી પાર્ટી ખૂબ આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે આ કિસાન બચાવો યાત્રાના સમાપન કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને કટ્ટર ઈમાનદાર નેતા અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહ્યા અને ગુજરાતના ખેડૂતોના અવાજને ઉંચો કરવાનું કાર્ય કર્યું છે. ત્યારે તમામ ગુજરાતના ખેડૂતો તરફથી અરવિંદ કેજરીવાલજીનો પણ આભાર માનું છું.
પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વનો વિશેષ આભાર માનવો પડે કે જ્યારે હળદળ કાંડ દરમિયાન મારી સાથે ગુજરાતના ખેડૂતો જેલમાં હતા ત્યારે એમણે તમામ ખેડૂતોને જેલમાંથી બહાર કાઢવા માટે કાનૂની મદદ હોય અથવા અન્ય કોઈ પણ મદદ હોય તેમાં અરવિંદજીએ વિશેષ ધ્યાન આપી અને મહત્વનું યોગદાન આપ્યું છે. ત્યારે એમનો વિશેષ ગુજરાતના ખેડૂતો તરફથી આભાર માનું છું. તેમજ સોમનાથથી શરૂ થઈને ખેડૂતો માટેની આ યાત્રા દરમિયાન હું ગુજરાતના તમામ ખેડૂતોની વચ્ચે ગયો, તેમના ચરણોમાં ગયો અને ગુજરાતના તમામ ખેડૂતોના અને મંદિરોમાં જઈને આશીર્વાદ મેળવ્યા. ગઈકાલે ગાંધીનગરની જનસભામાં પણ આશીર્વાદ મળ્યા. ગુજરાતના તમામ ખેડૂતોનો આમ આદમી પાર્ટી તરફથી ખૂબ આભાર માનું છું અને ગુજરાતના ખેડૂતોને વિશ્વાસ અપાવું છું કે આવનારાં દિવસોમાં પણ તમારા હક્કની લડાઈ આમ આદમી પાર્ટી ચોક્કસ રીતે લડશે.




