
રાજાશાહી સમયથી મતદાન કરતા ૧૧૦ વર્ષના વૃદ્ધ.લારીમાં મતદાન કરવા આવ્યા ૧૧૦ વર્ષના દાદી.પાટણના સમી તાલુકાના દાઉદપુર ગામમાં ૧૦૮ વર્ષના વૃદ્ધે મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. એકતરફ ૪૪ ડિગ્રીની આકરી ગરમી અને અગનગોળા વરસાવતા સૂર્યપ્રકાશને કારણે બપોરના સમયે મતદાન મથકો પર પાંખી હાજરી જાેવા મળી હતી, તો બીજી તરફ રાજ્યના શતાયુ વૃદ્ધોએ મતદાન કરી યુવાનો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૬ કલાકના અંતે સરેરાશ ૩૯% જેટલું મતદાન નોંધાયું છે. આ સાથે જ રાજ્યમાં શતાયુ મતદાતાઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
અરવલ્લીના સાઠંબામાં લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જાેવા મળી હતી. અહીં ૧૧૦ વર્ષના વૃદ્ધાને તેમના પુત્ર લારીમાં બેસાડીને મતદાન કેન્દ્ર સુધી લાવ્યા હતા. વૃદ્ધાની હાલત જાેઈ ફરજ પરના પોલીસકર્મીઓએ માનવતા દાખવી તેમને ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા, જ્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કરી સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
અરવલ્લીના સાઠંબામાં લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જાેવા મળી હતી. અહીં ૧૧૦ વર્ષના વૃદ્ધાને તેમના પુત્ર લારીમાં બેસાડીને મતદાન કેન્દ્ર સુધી લાવ્યા હતા. વૃદ્ધાની હાલત જાેઈ ફરજ પરના પોલીસકર્મીઓએ માનવતા દાખવી તેમને ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા, જ્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કરી સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
પાટણના સમી તાલુકાના દાઉદપુર ગામમાં ૧૦૮ વર્ષના વૃદ્ધ અણદા ખેંગાર નાડોદાએ મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દાઉદપુર પ્રાથમિક શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું. વધતી ઉંમર અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં લોકશાહી પ્રત્યેનો તેમનો આ જાગૃત અભિગમ ગ્રામજનો અને યુવા મતદારોમાં ભારે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યો હતો.
પંચમહાલ જિલ્લામાં સૌથી વયસ્ક મતદારે પોતાની ફરજ નિભાવી હતી. કાલોલ તાલુકાના કાતોલ ગામે ૧૧૨ વર્ષના વૃદ્ધાએ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિવારના ટેકા સાથે મતદાન કરવા આવેલા આ માજીએ સાબિત કર્યું કે લોકશાહીના પર્વમાં ઉંમર ક્યારેય બાધક બની શકતી નથી.
જૂનાગઢના બીલખામાં ૧૧૦ વર્ષના વૃદ્ધે મતદાન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ વૃદ્ધ રાજાશાહી સમયથી અવિરત મતદાન કરતા આવ્યા છે. તેમની સાથે માખીયાળામાં એક દિવ્યાંગ મતદારે વ્હીલચેરમાં આવીને મતદાન કર્યું હતું. કાળઝાળ ગરમી હોવા છતાં આ વડીલો અને દિવ્યાંગોમાં લોકશાહીનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. ૬ કલાકના મતદાન બાદ જિલ્લા-તાલુકા પંચાયતમાં ૪૦.૧%, નગરપાલિકામાં ૪૧.૧% અને મહાનગરપાલિકામાં ૨૯.૧% મતદાન નોંધાયું હતું. ૪૪ ડિગ્રી તાપમાનને કારણે બપોરે ઈફસ્ પણ ગરમ થઈ ગયા હતા અને મતદાનની ગતિ ધીમી પડી હતી. ગરમીના પ્રકોપે મતદારોને ઘરની બહાર નીકળતા અટકાવ્યા હતા, જેના કારણે મધ્યાહને અનેક કેન્દ્રો સૂમસામ દેખાયા હતા.



