
ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો ૩.૪% પર પહોંચ્યો વૈશ્વિક સંકટ છતાં ભારત મોંઘવારી દર જાળવી રાખવામાં સફળ મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓ પર દબાણના વધવાથી કિંમતો પર અસર પડી છે, જેના કારણે ભારતમાં મોંઘવારી વધી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ડેટા મુજબ વાર્ષિક આધારે છૂટક મોંઘવારી દર ફેબ્રુઆરીમાં ૩.૨૧%થી વધીને માર્ચમાં ૩.૪% થયો છે. રાહતની વાત એ છે કે, કેટલાક શાકભાજી અને કઠોળ તેમજ ટૂંકા ગાળા માટે સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણે મધ્ય વર્ગને મોંઘવારીમાં આંશિક રાહત મળી છે. દેશના નાગરિકો જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે, તેનો ભાવ કેટલો વધ્યો અને કેટલો ઘટ્યો છે, તે આધારે તૈયાર કરાયેલ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)ના ડેટા મુજબ, માર્ચમાં ગામડામાં ૩.૬૩ અને શહેરમાં ૩.૧૧ ટકા છૂટક મોંઘવારી દર નોંધાયો છે.
રૉયટર્સે ૪૫ અર્થશાસ્ત્રીઓ પાસેથી માહિતી મેળવીને અનુમાન લગાવ્યું હતું કે, માર્ચમાં મોંઘવારી દર સામાન્ય ૩.૪૮ ટકા વધી શકે છે. ઈંધણની કિંમતોમાં ઝડપી વધારો થવાથી અને યુદ્ધથી ઉભા થયેલા તણાવના કારણે મોંઘવારીમાં વધારો થયો છે, જાેકે તે જ મહિનામાં સોનાની કિંમત લગભગ ૧૧ ટકા ઘટવાથી મોંઘવારીને આંશિક રીતે કાબુમાં રહી છે. બીજીતરફ વિશ્વમાં સંકટથી મોંઘવારી ચિંતાજનક સ્થિતિએ વધવાની આશંકા હતી, જાેકે ભારતીય રિઝર્વ બેંક મોંઘવારી કાબુ રાખવામાં સફળ થયું છે. RBI છેલ્લા ૧૨ મહિનાથી ૪ ટકાની નીચે સુધી મોંઘવારી દર જાળવી રાખવામાં સફળ થયું છે.
ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવમાં થતા ફેરફારનું માપ કરતી ‘કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (ઝ્રહ્લઁૈં)’ના ડેટા મુજબ ખાણી-પીણી પણ મોંઘા થયા છે અને તેનો ફેબ્રુઆરીમાં ૩.૪૮% થી વધીને માર્ચમાં ૩.૮૭% થયો છે. આ દર ગામડામાં ૩.૯૬ અને શહેરમાં ૩.૭૧ ટકા નોંધાયો છે. આનાથી એ કહી શકાય કે, જીવનજરૂરી ચીજાેની કિંમતો પર દબાણ વધવાના કારણે ભાવમાં વધારો થયો છે.
ઘર સંબંધીત (ભાડું અને મેઈન્ટેનન્સ) મોંઘવારી દર ૨.૧૧ ટકા પર કાબુમાં રહી છે. તેનો દર ગામડામાં ૨.૫૪ ટકા અને શહેરમાં ૧.૯૫ ટકા નોંધાયો છે. એટલે કે ઘર સંબંધીત મોંઘવારી સ્થિર રહી છે.
જુદા જુદી ચીજવસ્તુઓની કિંમતોની વાત કરીએ તો ક્યાં કિંમતો ઘટી છે, તે ક્યાં કિંમતો વધી છે, જેના કારણે મોંઘવારીમાં આંશિત રાહત મળી છે. ડુંગળી (૨૭.૭૬ ટકા), બટાકા (૧૮.૯૮ ટકા), લસણ (૧૦.૧૮)જેવી શાકભાજીની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે ખાણી-પીણીની કુલ મોંઘવારી કાબુમાં રહી શકી છે. કઠોડમાં તુવેર દાળ અને વટાણ જેવી દાળની કિંમતોમાં પણ ઘટાડો થયો છે.
કેટલીક ખાસ કેટેગરીઓની કિંમતમાં જાેરદાર ઉછાળો થયો છે. ચાંદીના ઘરેણાની કિંમતમાં ૧૪૮.૬૧ ટકાનો ધરખમ વધારો થયો છે. સોના અને હીરાના ઘરેણાની કિંમતો પણ ૪૫.૯૨ ટકા વધી છે. ખાણી-પીણી ચીજવસ્તુઓમાં સામેલ નારિયેળ, ટામેટા (૩૫.૯૯ ટકા) અને ફુલાવર (૩૪.૧૧ ટકા)ની કિંમતમાં ઘણો વધારો થયો છે.
આ ઉપરાંત પર્સનલ કેર, સામાજિક સુરક્ષા અને અન્ય ચીજવસ્તુઓ-સેવાઓમાં સૌથી વધુ ૧૮.૬૫ ટકા મોંઘી થઈ છે. જ્યારે ટ્રાન્સપોર્ટ સંબંધીત મોંઘવારી સ્થિર રહી છે. શિક્ષણ (૩.૩૦ ટકા), રેસ્ટોરન્ટ અને રહેવાની સુવિધા (૨.૮૮ ટકા)નો ખર્ચ વધવાથી પણ મોંઘવારી આંશિક વધી છે.
રાજ્યો મુજબ વાત કરીએ તો સૌથી વધુ મોંઘવારી તેલંગણામાં ૫.૮૩ ટકા, આંધ્ર પ્રદેશમાં ૪.૦૫ ટકા અને કર્ણાટકમાં ૩.૯૬ ટકા નોંધાઈ છે. એકંદરે દેશમાં કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે, તો કેટલાકમાં ઘટાડો થયો છે, જેના કારણે વૈશ્વિક સંકટથી જે આશંકા ઉભી થઈ હતી, તે મુજબ મોંઘવારી કાબુ રહી છે.
ભારતીય રિઝર્વ બેંક ( RBI)ની નાણાકીય નીતિ સમિતિએ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં છૂટક મોંઘવારી દર ૪.૬ ટકા રહેવાનો અંદાજ રાખ્યો છે.




