
કેજરીવાલે ભૂપેન્દ્ર પટેલને મોકલેલા પત્ર પર ભાજપનો જવાબ ભાજપ સાંસદ ધવલ પટેલે તેને પોલિટિકલ સ્ટંટ ગણાવ્યો છે આપ અને ભાજપ વચ્ચે આરોપ પ્રતિઆરોપ પર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ગઈકાલે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલા પત્ર પર હાલ રાજકારણ ગરમાયું છે. આ પત્રમાં કેજરીવાલે ભાજપ સરકાર પર આપના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવીને લોકશાહીનું ગળું દબાવી રહી હોવાના આરોપ લગાવ્યા હતા. જેના વળતા જવાબમાં ભાજપ સાંસદ ધવલ પટેલે આ પત્ર વાળા મુદ્દાને પોલિટિકલ સ્ટંટ ગણાવી આપ પર ગંભીર આરોપો લગાવ્યા છે, ત્યારે આ મુદ્દે આરોપ-પ્રતિઆરોપ ઉછળતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થયો છે.
ગઈકાલે ૨જી એપ્રિલે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્ર મામલે ભાજપના પ્રવક્તા અને વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્ર અંગે કરી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા દિલ્હીથી આવેલા આયાતી નેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયે દિલ્હીના નેતા આ રીતે પોલિટિકલ ડ્રામા કરે છે.
આપના અરવિંદ કેજરીવાલના નામ લીધા વિના કર્યા, સાંસદ ધવલ પટેલે કહ્યું કે, પોલિટિકલ સ્ટંટ માટે આપના નેતા માહિર છે. આવા પોલિટિકલ સ્ટંટથી રાજ્યમાં અરાજકતા ફેલાવવાના કાવતરા કરવામાં આવે છે.
આપના નેતાનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. પંજાબમાં ૧૯ માર્ચે તેમના નેતા ડ્રગ સાથે ઝડપાયા છે અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ગંભીર ગુનાઓમાં પકડાયા છે.
ભાજપના પ્રવક્તા ધવલ પટેલે ખાસ ભાર મૂકતા કહ્યું હતું કે, ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ૨૦ ગંભીર ગુના આચર્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓની સત્તા નથી મળતી પણ હોદ્દા મળે એટલે ગુના આચરે છે, સાથે જ ધવલ પટેલે આયાતી નેતાએ ભારતીય સેના પાસે પણ પુરાવા માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આમ અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર અને તેમાં ભાજપ સરકાર આપના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવીને લોકશાહીનું ગળું દબાવવાના આરોપોના વળતા જવાબમાં ભાજપના પ્રવક્તા ધવલ પટેલે નિવેદન આપતા આ મામલે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મુદ્દે હવે આમ આદમી પાર્ટી વળતા જવાબમાં શું કહે છે એ જાેવું રહ્યું!




