
ન્યુઝીલેન્ડનું અભિયાન ખૂબ જ ભાવુક રીતે સમાપ્ત થયું ન્યુઝીલેન્ડની ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા ન્યુઝીલેન્ડની ત્રણ ખેલાડીઓ સોફી ડિવાઇન, સુઝી બેટ્સ અને લીઆ તાહુહુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું ICC મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ન્યુઝીલેન્ડનું અભિયાન ખૂબ જ ભાવુક રીતે સમાપ્ત થયું. ૨૭ જૂને લંડનના ઓવલ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને ૯ વિકેટથી હરાવ્યું. આ હાર સાથે ન્યુઝીલેન્ડની ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ. ગ્રુપ મ્માંથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.
ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ન્યુઝીલેન્ડની ત્રણ દિગ્ગજ ખેલાડીઓ સોફી ડિવાઇન, સુઝી બેટ્સ અને લીઆ તાહુહુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. આ માત્ર હાર નહોતી તે ન્યુઝીલેન્ડ ક્રિકેટમાં એક ભવ્ય યુગનો અંત હતો. ટીમે તેના દિગ્ગજાેને વિજયી વિદાય આપવાની આશા રાખી હતી, પરંતુ ઇંગ્લેન્ડે તે ઇચ્છાને નિષ્ફળ બનાવી દીધી. મેચ પછી બંને ટીમોએ આ દિગ્ગજાેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. ક્રિકેટને અલવિદા કહેતી વખતે ત્રણેય ખેલાડીઓની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૩ રન બનાવ્યા. કેપ્ટન અમેલિયા કેરે ૪૨ રન સાથે સૌથી વધુ રન બનાવ્યા, પરંતુ બધાની નજર સોફી ડેવાઇન પર હતી. ૩૬ વર્ષીય ડેવાઇને મેદાનમાં ઉતરતાની સાથે જ શાનદાર બેટિંગ કરી, તેણે ફક્ત ૧૪ બોલમાં ૩૦ રન બનાવ્યા, જેમાં ત્રણ જબરદસ્ત છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન ૩૮ વર્ષીય સુઝી બેટ્સે પણ ૧૩ બોલમાં ૧૯ રનનું યોગદાન આપ્યું. ઇંગ્લેન્ડ માટે ૧૬૪ રનનો ટાર્ગેટ મુશ્કેલ સાબિત થયો નહીં. શરૂઆતના ધબડકા પછી ડેનિયલ વ્યાટ-હોજ અને સોફિયા ડંકલીએ ન્યુઝીલેન્ડના બોલરોને ધોઈ નાખ્યા. આ જાેડીએ બીજી વિકેટ માટે ૧૨૮ રનની ભાગીદારી કરી, જેનાથી મેચ એકતરફી બની ગઈ. વ્યાટે ૫૩ બોલમાં ૧૫ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ ૮૯ રન બનાવ્યા. ડંકલીએ ૩૮ બોલમાં અણનમ ૪૯ રન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગાનો સમાવેશ થાય છે, જેના કારણે ઈંગ્લેન્ડે માત્ર ૧૭.૪ ઓવરમાં મેચ જીતી લીધી.
આ હાર સાથે ત્રણ ખેલાડીઓની કારકિર્દીનો અંત આવ્યો, જેમણે બે દાયકામાં ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટને ઉચ્ચ સ્તરે પહોંચાડી હતી. ઓલરાઉન્ડર સોફી ડિવાઈને ૨૦ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ન્યુઝીલેન્ડ માટે ૩૧૭ મેચ રમી, ૮,૦૯૬ રન બનાવ્યા અને ૨૪૧ વિકેટ લીધી. તો ૩૫ વર્ષીય ફાસ્ટ બોલર લીયા તાહુહુએ ૧૫ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ ૨૦૭ મેચ રમી, જેમાં ૨૨૫ વિકેટ લીધી. સુઝી બેટ્સ મહિલા ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે રેકોર્ડ ધરાવે છે. તેણીએ ૩૭૦ મેચમાં ૧૦,૭૪૦ રન બનાવ્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૪૫ વિકેટ પણ લીધી.
ન્યુઝીલેન્ડ આ મેચ હારી ગયું હોવા છતાં સોફી ડિવાઈન, સુઝી બેટ્સ અને લીયા તાહુહુની સિદ્ધિઓ ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટને વ્યાખ્યાયિત કરનાર આ ત્રિપુટીને વિજયી વિદાય મળી નહીં, પરંતુ તેમણે દેશનું પ્રતિનિધિત્વ કરતા સમર્પણ, જુસ્સો અને સાતત્ય તેમને હંમેશા રમતના મહાન ખેલાડીઓમાં સ્થાન આપશે.



