
પ્રણવી શરથે ગોલ્ફમાં ઈતિહાસ રચ્યો છે ભારતે ૨૪ વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ પ્રણવી શરથે મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં ૧૫-અંડર-પારના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો પ્રણવી શરથે ગોલ્ફમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં ૧૫-અંડર-પારના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય મહિલા ગોલ્ફરે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય.
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની મહિલાઓએ ગોલ્ફની ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં પ્રણવી ઉર્સે મહિલાઓની વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે ઇતિહાસ રચી દીધો. આ મેડલ સાથે પ્રણવી ગોલ્ફમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર પણ બની ગઈ છે. તો બીજી તરફ તેણે આ ગોલ્ડ મેડલ જીતવાની સાથે ટીમ ઇવેન્ટમાં ભારતીય મહિલા ટીમને સિલ્વર મેડલ અપાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પ્રણવીએ ફાઇનલમાં ચાર રાઉન્ડની કોમ્પિટિશન ૧૫ અંડર પાર પર પૂર્ણ કરી અને તેણે છેલ્લા હોલ પર પાર બનાવ્યો. સિંગાપુરની શેનન ટેન અને ચીનની યિન રૂઓનિંગે ૧૪ અંડર પાર પર પૂરું કરીને સંયુક્ત રીતે સિલ્વર મેડલ જીત્યો.
પ્રણવી ઉર્સ એશિયાઈ રમતોમાં સુવર્ણ ચંદક જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની ગઈ જેણે આખરી રાઉન્ડમાં એક સ્ટ્રોકની સરસાઈ જાળવી રાખીને આ ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી અને ટીમને સિલ્વર મેડલ પણ અપાવ્યો. મૈસૂરની ૨૩ વર્ષની પ્રણવીએ ત્રીજા હોલમાં ટ્રિપલ બોગી કર્યા પછી ત્રણ બર્ડી લગાવી. આખરી રાઉન્ડમાં તેણે ઇવન પાર ૭૦ સ્કોર કર્યો અને ચાર દિવસમાં કુલ સ્કોર ૧૫ અંડર ૨૬૫ રહ્યો. પ્રણવી, અદિતિ અશોક (આખરી રાઉન્ડમાં ૬૭) અને દીક્ષા ડાગર (આખરી રાઉન્ડમાં ૭૭)ની ટીમે સિલ્વર મેડલ જીત્યો. ભારતે ૧૪ અંડર ૫૪૬ સ્કોર કર્યો. ચીને ૨૨ અંડર ૫૩૮ના સ્કોર સાથે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારત માટે શિવ કપૂરે ૨૦૦૨ બુસાન રમતોમાં પુરુષ ગોલ્ફનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
દેશની યુવા મહિલા ગોલ્ફ ખેલાડી પ્રણવી ઉર્સ જે અત્યારે માત્ર ૨૩ વર્ષની છે તેણે છ વર્ષની ઉંમરે જ ગોલ્ફ રમવાનું શરૂ કરી દીધું હતું, જેમાં તેના માટે પ્રેરણા તેના પિતા અને ભાઈ બન્યા હતા. પ્રણવી વર્ષ ૨૦૨૩ના એશિયન ગેમ્સમાં પણ ભારતીય મહિલા ગોલ્ફ ટીમનો હિસ્સો હતી જે ખૂબ ઓછા અંતરથી મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી, જેમાં તેમણે ટીમ ઇવેન્ટમાં ચોથા સ્થાને પૂરું કર્યું હતું. ભારત માટે અત્યાર સુધી આ એશિયન ગેમ્સ ૨૦૨૬માં ૧૮મો ગોલ્ડ મેડલ છે જેમાં હજુ પણ વધારો થવો નક્કી છે.




