
યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા ગુજરાત પોલીસમાં ૧૩,૧૫૨ જગ્યાઓ પર મેગા ભરતી શરૂ LRD, PSI અને ટેક્નિકલ કેડર માટે આજથી ઓનલાઈન ફોર્મ, ૧૬ ડિસેમ્બર છેલ્લી તારીખ
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક (LRD), પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને ટેક્નિકલ કેડરની કુલ ૧૩,૧૫૨ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૨ વાગ્યાથી OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ઉમેદવારો ૧૬ ડિસેમ્બર, ૨૦૨૬ની રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી અરજી કરી શકશે.
કયા કેડરમાં કેટલી જગ્યાઓ?
ગુજરાત પોલીસ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ લોકરક્ષક કેડરમાં રાખવામાં આવી છે. જગ્યાઓની વિગત નીચે મુજબ છે.
લોકરક્ષક કેડર (LRD): ૧૨,૭૫૨ જગ્યાઓ
PSI કેડર: ૨૪૧ જગ્યાઓ
મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર: ૨૬ જગ્યાઓ
હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક: ૧૩૩ જગ્યાઓ
આમ, ચારેય ભરતીને મળીને કુલ ૧૩,૧૫૨ જગ્યાઓ ભરવામાં આવશે.
લાયકાત ધરાવતા ઉમેદવારો ગુજરાત સરકારના OJAS પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અરજી કરવાની શરૂઆત ૨૬ નવેમ્બરથી થઈ છે અને છેલ્લી તારીખ ૧૬ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
ઓનલાઈન અરજી માટે સત્તાવાર વેબસાઈટ:
PSI માટે સ્નાતકની ડિગ્રી જરૂરી
PSI કેડરની ભરતી માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે લોકરક્ષક કેડર માટે ધોરણ ૧૨ પાસ સહિતની નિયત શરતો પૂર્ણ કરવી પડશે. ટેક્નિકલ કેડરની જગ્યાઓ માટે સંબંધિત ટેક્નિકલ લાયકાત જરૂરી છે.
અરજી ફી અને કેટેગરી પ્રમાણેની છૂટછાટ અંગે ઉમેદવારોએ સંબંધિત ભરતીની વિગતવાર જાહેરાતમાં દર્શાવેલી સૂચનાઓ તપાસવી જરૂરી છે. સામાન્ય રીતે ફી લાગુ પડતી કેટેગરી માટે ૧૦૦ની ફી દર્શાવવામાં આવી છે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટ મળી શકે છે.
ગુજરાત પોલીસમાં ૧૩,૧૫૨ જગ્યાઓની આ ભરતી રાજ્યના હજારો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક બની શકે છે.
ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જાેયા વગર પોતાની લાયકાત, જરૂરી દસ્તાવેજાે અને ભરતીના નિયમો તપાસીને સમયસર ઓનલાઈન અરજી કરી લેવી જાેઈએ.




