
LRD ઉમેદવારો આનંદો.લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, ૬ જૂનથી કોલલેટર નીકળશે.ગુજરાત પોલીસ દળમાં જાેડાવાનું સપનું જાેતા લાખો યુવાનો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડ અનુસાર, આગામી ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ લેખિત પરીક્ષા યોજાશે. જેના કૉલલેટર ૬ જૂનના બપોરે ૨ વાગ્યાથી Ojas પરથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત પોલીસ દળમાં જાેડાવાનું સપનું જાેતા લાખો યુવાનો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (LRD) અને PSIની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ LRD કુલ ૧૨,૭૩૩ જગ્યા માટે આગામી ૧૪ જૂનના રોજ લેખિત પરીક્ષા લેવાશે. જેના કોલલેટર ojas.guja®a.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
લોકરક્ષક કેડર – કુલ ૧૨,૭૩૩ જગ્યા
* બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: ૬૯૪૨
* હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: ૨૪૫૮
* હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):૩૦૦૨
* જેલ સિપાહી (પુરુષ): ૩૦૦
* જેલ સિપાહી (મહિલા / મેટ્રન): ૩૧



