
ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈએ દાવો કર્યાે એસ્ટ્રા એઆઈએ મેથ્સના સૌથી અઘરા ૧૦ સવાલોને ઉકેલ્યા પરિણામો મેળવવા માટે જેટલી કમ્પ્યુટિંગ ક્ષમતાઓનો ઉપયોગ થયો તેની અંદાજિત કિંમત ૨૦૦૦ યુએસ ડોલર હતી ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈએ દાવો કર્યાે છે કે, તેના હજુ સુધી રીલિઝ ન કરાયેલા એઆઈ મોડલ એસ્ટ્રાએ ગણિત અને થિયોરેટિકલ કમ્પ્યુટર સાયન્સના ૧૦ એવા પ્રશ્નોના ઉકેલ આપ્યા છે જે લાંબા સમયથી અટવાયેલા હતા. આ પ્રશ્નો કોડિંગ થિયરી, જ્યોમેટ્રી, ગુ્રપ થિયરી, ક્રિપ્ટોગ્રાફી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ગ્રાફ થિયરીને આવરી લે છે.ઓપનએઆઈના દાવા મુજબ, એસ્ટ્રાએ હાઈ-ડાયમેન્શનલ સ્પિયર પેકિંગ, બાઈનરી અને સ્ફેરિકલ કોડ્સ, નોન-સોફિક ગુ્રપ્સ, ક્લોઝેસ્ટ વેક્ટર પ્રોબ્લેમ, મલ્ટીકલર રામ્સે નંબર્સ અને અન્ય લાંબા સમયથી ચર્ચામાં રહેલા પ્રશ્નોના જવાબો રજૂ કર્યા છે. તેમાંથી કેટલાક પ્રશ્નો ક્રિપ્ટોગ્રાફી, પોસ્ટ-ક્વોન્ટમ સિક્યોરિટી અને કમ્પ્યુટિંગના મૂળભૂત સિદ્ધાંતો સાથે જાેડાયેલા છે.આ પરિણામો મેળવવા માટે જેટલી કમ્પ્યુટિંગ ક્ષમતાઓનો ઉપયોગ થયો તેની અંદાજિત કિંમત ૨૦૦૦ યુએસ ડોલર હતી. ઉલ્લેખનીય છે કે, એસ્ટ્રા ઓપનએઆઈનું આગામી મુખ્ય એઆઈ મોડલ હશે. કંપનીના દાવા૭ બાદ ગણિતજ્ઞામાં પણ ચર્ચા શરૂ થઈ છે કે, એઆઈ રિસર્ચ માટે સહયોગી બની શકે છે.




