
હોર્મુઝમાં ફરી હુમલો, તણાવ વધ્યો અમેરિકા-ઈરાન વાટાઘાટોને લઈને વિરોધાભાસી દાવા વચ્ચે હોર્મુઝની ખાડીમાં જહાજ પર હુમલો હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ઊર્જા પુરવઠા અને વૈશ્વિક બજારો અંગે નવી ચિંતા ઊભી કરી છે
અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાટાઘાટોને લઈને વિરોધાભાસી નિવેદનો વચ્ચે હોર્મુઝની ખાડીમાં ફરી એકવાર જહાજ પર હુમલાની ઘટના સામે આવતા મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બન્યો છે. વૈશ્વિક કાચા તેલના વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ઊર્જા પુરવઠા અને વૈશ્વિક બજારો અંગે નવી ચિંતા ઊભી કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને તેહરાન માટે સમજૂતી કરવાની આ “છેલ્લી તક” છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને અન્ય પ્રાદેશિક દેશોની વિનંતી બાદ આગળ વધી રહી છે.
જાેકે, ઈરાને અમેરિકાના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બઘાઈએ સ્પષ્ટ જણાવ્યું કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી અને આવી કોઈ બેઠક પણ નક્કી કરવામાં આવી નથી. ઈરાને પોતાના વલણમાં કોઈ ફેરફાર ન હોવાનું જણાવ્યું છે.
આ દરમિયાન યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (ેંદ્ભસ્ર્ં)ના જણાવ્યા અનુસાર, ઓમાનના કિનારા નજીક હોર્મુઝની ખાડી વિસ્તારમાં એક કાર્ગો જહાજ અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી નિશાન બન્યું હતું. ઘટનાની તપાસ ચાલી રહી છે,
જાેકે હુમલા માટે જવાબદાર કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
તણાવ છતાં વૈશ્વિક બજારોમાં મિશ્ર પ્રતિસાદ જાેવા મળ્યો હતો. વાટાઘાટોની સંભાવનાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અમેરિકાના શેરબજારોમાં તેજી જાેવા મળી હતી. જાેકે, વિશ્લેષકોનું માનવું છે કે હોર્મુઝની ખાડીમાં સુરક્ષા અંગેની અનિશ્ચિતતા યથાવત રહે તો તેલના ભાવમાં ફરી ઉછાળો આવી શકે છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો કે અમેરિકન નેવીનું હોર્મુઝની ખાડી પર સંપૂર્ણ નિયંત્રણ છે. બીજી તરફ ઈરાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પ્રાદેશિક સુરક્ષા અને દરિયાઈ હિલચાલ અંગે તેની ભૂમિકાને અવગણી શકાય નહીં.
હોર્મુઝની ખાડી વિશ્વના કુલ સમુદ્રી કાચા તેલના મોટા હિસ્સાના પરિવહન માટે મહત્વપૂર્ણ માર્ગ છે. તેથી અહીં સર્જાતી કોઈપણ અસ્થિરતા વૈશ્વિક ઊર્જા બજાર, શિપિંગ ઉદ્યોગ અને તેલના ભાવ પર સીધી અસર કરી શકે છે. આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાનના વલણ તેમજ ખાડી વિસ્તારમાં સુરક્ષા પરિસ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર રહેશે.




