
ગદ્દર લગાનના ૨૫ વર્ષ પહેલાંના ક્લેશ પછી હવે.સની દેઓલ અને આમિર ખાન એક સાથે આવશે.ગદ્દર અને લગાન વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થઈ તો ૨૫ કરોડના બજેટમાં બનેલી લગાને ગ્લોબલી ૬૫ કરોડની કમાણી કરી હતી.૨૫ વર્ષ પહેલાં ૧૫ જુન, ૨૦૦૧ના દિવસે બોલિવૂડના ઇતિહાનો સૌથી મોટો ક્લેશ થયો હતો, જેમાં આશુતોષ ગોવારીકરની પીરિયડ સ્પોર્ટ્સ ડ્રામા લગાન અને અનિલ શર્માની અન્ય એક ઐતિહાસિક વિષય પરની એક્શન રોમાન્સ ગદ્દર રિલીઝ થઈ હતી. લગાનમાં આમિર ખાન લીડ રોલમાં હતો અને સની દેઓલ અને અમિષા પટેલ લીડ રોલમાં હતાં. સામાન્ય રીતે જ્યારે બે મોટી ફિલ્મ વચ્ચે ક્લેશ થાય ત્યારે કોઈ એક ફિલ્મને અથવા બંને ફિલ્મને નુકસાનનો સામનો કરવો પડે છે, પરંતુ આ બંને ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી, જે એક અનોખી ઘટના રહી હતી. જાેકે, આ પણ આમિર અને સન્ની દેઓલની ફિલ્મ વચ્ચેની પહેલી ટક્કર નહોતી, લગભગ ૩૫ વર્ષ પહેલાં પણ સન્નીની ઘાયલ અને આમિરની દિલ વચ્ચે ટક્કર થઈ હતી. આ બંને ફિલ્મો ૨૨ જુન, ૧૯૯૦ના દિવસે રિલીઝ થઈ હતી. ત્યારે પણ બંને ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી, ૨ કરોડના ખર્ચે બનેલી દિલની લગભગ ૨૦ કરોડની કમાણી હતી. જ્યારે અઢી કરોડના ખર્ચે બનેલી ઘાયલે પણ લગભગ ૨૦ કરોડની કમાણી કરી હતી.તે પછી ૧૯૯૬માં આમિરની રાજા હિન્દુસ્તાની અને સન્નીની ઘાતક વચ્ચે પણ આવી જ ટક્કર થઈ હતી. બંને ફિલ્મ ૧૫ નવેમ્બર, ૧૯૯૬ના દિવસે રિલીઝ થઈ હતી. ત્યારે પણ ૫.૭૫ કરોડના ખર્ચ બનેલી રાજા હિન્દુસ્તાનીએ ૭૬.૩૪ કરોડની કમાણી કરી હતી. જ્યારે ૬.૨૫ કરોડના ખર્ચે બનેલી ઘાતકે ૩૨.૭૦ કરોડની કમાણી કરી હતી, આમ એ વખતે બંને ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. પરંતુ જ્યારે ગદ્દર અને લગાન વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થઈ તો ૨૫ કરોડના બજેટમાં બનેલી લગાને ગ્લોબલી ૬૫ કરોડની કમાણી કરી હતી, જાેકે, આ ફિલ્મની આંતરરાષ્ટ્રિય સ્તરે નોંધ લેવાઈ હતી. જ્યારે આ વખતે સની દેઓલે આમિરને પાછળ છોડી દીધો હતો, ૧૮.૨૫ કરોડના બજેટમાં બનેલી ગદ્દરે ગ્લોબલી ૧૩૩ કરોડના આંકડાને પાર કરી લીધો હતો.બોક્સ ઓફિસ પર વારંવારની ટક્કર પછી હવે રસપ્રદ રીતે ફરી એક ઐતિહાસિક વિષય માટે સાથે આવી રહ્યા છે. સન્ની દેઓલની ગદ્દર ૨ને એટલો જાેરદાર પ્રતિસાદ મળ્યો કે એ ફિલ્મે ગ્લોબલી ૬૮૬ કરોડની કમાણી કરી, જેથી આમિરને એ વિષય પર વિશ્વાસ વધ્યો અને તેણે એ વિષય માટે સન્ની દેઓલનો સંપર્ક કર્યાે. તેઓ ‘જિસ લાહોર નઈ વેખ્યા’ વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છે, ‘બટવારા ૧૯૪૭’. જેમાં ફરી એક વખત આઝાદીના સમયની વાત કરવામાં આવશે. આ વાર્તા માટે આમિરને સની દેઓલ સૌથી સારો કલાકાર લાગ્યો, એ બાબતે શરૂઆતમાં સન્ની દેઓલે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમાં પ્રિટી ઝીંટા, શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ પણ હશે અને આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થશે.



