PM મોદીએ શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. એક જ દિવસમાં દેશની ત્રણ હસ્તીઓને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને હરિત ક્રાંતિના પિતા એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવામાં આવશે. પીએમ મોદીએ આ જાહેરાત કરી છે.
મોદીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.
તેમણે એમ પણ લખ્યું કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી હોય અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે.