
MIT ની રિસર્ચ ટીમે સિસ્ટમ ડેવલપ કરી AI વ્યક્તિના મેસેજથી સુસાઈડના જાેખમનો અંદાજ લગાવી શકશે ૧૬,૦૦૦ ચેટ્સનું વિશ્લેષણ કરીને રિસ્ક ફેક્ટર શબ્દો, વાક્યો અને વિષયોની ઓળખ કરવામાં આવી
વ્યક્તિ પોતાના મેસેજમાં શું લખે છે તેના આધારે તેના આત્મહત્યાના જાેખમનો અંદાજ લગાવી શકે તેવી એઆઈ સિસ્ટમ એમઆઈટીની રિસર્ચ ટીમે ડેવલપ કરી છે. આ સિસ્ટમનો હેતુ માનસિક સંકટમાંથી પસાર થઈ રહેલા લોકોને વહેલી તકે ઓળખવામાં કાઉન્સેલર્સ અને માનસિક આરોગ્ય નિષ્ણાતોને મદદ કરવાનો છે.એમઆઈટીના સંશોધકોએ ક્રાસિસ ટેક્સ્ટ લાઈન સાથે મળીને આશરે ૧૬,૦૦૦ ડિ-આઇડેન્ટિફાઇડ કાઉન્સેલિંગ ચેટ્સનું વિશ્લેષણ કર્યુંં. મેસેજને જાેખમના સ્તર પ્રમાણે અલગ જૂથોમાં વહેંચીને સંશોધકોએ એ શોધવાનો પ્રયાસ કર્યાે કે કયા શબ્દો, વાક્યો અને વિષયો આત્મહત્યાના વધતા જાેખમ સાથે જાેડાયેલા છે.સમીક્ષા બાદ ૪૯ રિસ્ક ફેક્ટર્સ સાથે જાેડાયેલા આશરે ૬૦ શબ્દો અને વાક્યો ધરાવતી વિશેષ યાદી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ મશીન-લર્નિંગ મોડલને આ સંકેતોને આધારે જાેખમનો અંદાજ લગાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સિસ્ટમ કયા શબ્દો કે રિસ્ક ફેક્ટર્સને કારણે અંદાજ લગાવવામાં આવ્યો તે પણ દર્શાવી શકે છે.




