
ભારતની આર્થિક નીતિઓના ટ્રમ્પે કર્યા વખાણ ભારતના ઓછા વ્યાજદર જાેઈ ટ્રમ્પે અમેરિકાની ફેડરલ રિઝર્વ પર કર્યા પ્રહાર ભારતના ૭ ટકા GDP ગ્રોથની પ્રશંસા કરી અમેરિકાનો વિકાસ ૨૦ ટકા પહોંચાડવાનો દાવો કર્યાે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની આર્થિક નીતિઓ, ખાસ કરીને ઓછા વ્યાજદરો અને ૭ ટકાના મજબૂત જીડીપી ગ્રોથ રેટના મુક્ત મને વખાણ કર્યા છે. એશિયા પ્રવાસથી પરત ફર્યા બાદ યોજાયેલા કાર્યક્રમમાં ટ્રમ્પે યુએસ સેન્ટ્રલ બેંક (ફેડરલ રિઝર્વ) પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે જાે અમેરિકા પણ ભારત જેવી નીતિ અપનાવે, તો તેનો જીડીપી ગ્રોથ ૨૦ ટકા સુધી પહોંચી શકે છે.ટ્રમ્પે યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કરતા આક્ષેપ કર્યાે હતો કે દેશમાં વ્યાજદરો બિનજરૂરી રીતે ખૂબ ઊંચા રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “અમેરિકામાં વ્યાજદરો વધારે છે કારણ કે આપણું ફેડરલ રિઝર્વ અત્યંત રાજકીય રીતે કામ કરી રહ્યું છે. જ્યારે આર્થિક આંકડાઓ સારા થઈ રહ્યા હોય ત્યારે સેન્ટ્રલ બેંકે દરો વધારવાને બદલે ઘટાડવા જાેઈએ.”ભારતીય અર્થવ્યવસ્થાની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું કે, “જાે તમે ભારત તરફ નજર કરો તો ત્યાં વ્યાજદરો ઓછા છે અને તેમનો જીડીપી ગ્રોથ ૭ ટકા છે. જાે અમેરિકા યોગ્ય અપ્રોચ અપનાવે તો આપણો જીડીપી ૪ ટકા નહીં પણ ૧૪, ૧૫ કે ૨૦ ટકા સુધી પહોંચી શકે છે અને અમેરિકા દેશનું દેવું ખૂબ ઝડપથી ચૂકવી શકશે.”પોતાના સંબોધન દરમિયાન ટ્રમ્પે પૂર્વ ફેડરલ રિઝર્વ ચેરમેન એલોન ગ્રીનસ્પેનની નીતિઓને યાદ કરી હતી. તેમણે કહ્યું કે ગ્રીનસ્પેન એક શ્રેષ્ઠ વડા હતા, જે આંકડા સારા આવતા જ વ્યાજદરો ઘટાડીને ઈકોનોમીને વેગ આપતા હતા. જ્યારે વર્તમાન મેનેજમેન્ટ તેનાથી બિલકુલ ઊંધું કામ કરી રહ્યું છે, જેના કારણે વિકાસ દર અટકી રહ્યો છે.




