
ઈરાકની યુનિવર્સિટીમાં મહિલા શિક્ષણ પર વિવાદ વિદ્યાર્થિનીઓના ક્લાસમાંથી પુરુષ પ્રોફેસરો હટાવાતાં ઈરાકની યુનિવર્સિટીમાં ભારે હોબાળો ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી, પરિવારોની માંગ પર ર્નિણય લેવાયો હોવાનો યુનિવર્સિટીનો દાવો
ઈરાકની એક યુનિવર્સિટીમાં મહિલા વિદ્યાર્થીનીઓના ક્લાસમાંથી પુરુષ પ્રોફેસરોને હટાવવાના ર્નિણય સામે સેંકડો મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. દક્ષિણી ઈરાકની અલ-કાદિસિયાહ યુનિવર્સિટી માં અંદાજે ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તેમના પુરુષ પ્રોફેસરોને તાત્કાલિક પરત લાવવાની માંગ કરી છે.એક અહેવાલ મુજબ, યુનિવર્સિટી પ્રશાસને મહિલા અને પુરુષોના એકસાથે ભણવા (કો-એજ્યુકેશન) પર રોક લગાવવા માટે આ પગલું ભર્યું છે. યુનિવર્સિટીનું કહેવું છે કે મહિલા વિદ્યાર્થીનીઓના પરિવારોની માંગને ધ્યાનમાં રાખીને પુરુષ પ્રોફેસરોને હટાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જાેકે, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીનીઓએ આ ર્નિણયની સરખામણી તાલિબાનની લૈંગિક ભેદભાવવાળી નીતિઓ સાથે કરી છે.વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે આ ર્નિણયને કારણે તેમના ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ અને રિસર્ચના કામ પર સીધી અસર પડી રહી છે. અભ્યાસના આ અંતિમ અને મહત્ત્વના તબક્કે ગાઈડ અને સુપરવાઈઝર બદલાઈ જવાથી પ્રોજેક્ટ પૂરો કરવો મુશ્કેલ બની જશે. વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે આ અંગે રજૂઆત કરી ત્યારે યુનિવર્સિટીના અધિકારીઓએ ત્યાં સુધી કહી દીધું કે જાે તેમને આ ફેરફાર સામે વાંધો હોય તો તેઓ અભ્યાસ છોડી શકે છે.કાર્ડિફ યુનિવર્સિટીની ઈરાકી-બ્રિટિશ મહિલા એક્ટિવિસ્ટ બલસમ મુસ્તફાએ આ ઘટનાની ટીકા કરતા કહ્યું કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીનીઓ સાથે એવું વર્તન કર્યું જાણે તેઓ સગીર હોય અને તેમને પોતાના અભ્યાસ સંબંધિત ર્નિણયો પર વિરોધ નોંધાવવાનો કોઈ અધિકાર જ ન હોય.ઈરાકની યુનિવર્સિટીના આ ર્નિણયની સરખામણી અફઘાનિસ્તાન સાથે થઈ રહી છે, જ્યાં ઓગસ્ટ ૨૦૨૧માં સત્તામાં આવ્યા બાદ તાલિબાને છોકરીઓના માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ (યુનિવર્સિટી) પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકી દીધો છે. યુનેસ્કોના અંદાજ મુજબ, અફઘાનિસ્તાન વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં ૨૪ લાખ છોકરીઓને ઔપચારિક શિક્ષણથી વંચિત રાખવામાં આવી છે.




