
AI ક્ષેત્રમાં રોકાણનો નવો વિશ્વવિક્રમ એન્થ્રોપિકના ઐતિહાસિક IPO એ સ્પેસએક્સનો રેકોર્ડ તોડ્યો, ૮૧.૩૪ અબજ ડોલર એકત્ર ક્લોડ AI ચેટબોટ બનાવતી કંપનીનું વેલ્યુએશન ૧.૫ ટ્રિલિયન ડોલર પહોંચ્યું, રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
અમેરિકાની એઆઈ કંપની એન્થ્રોપિકે શેરબજારમાં આઈપીઓ લાવીને ૮૧.૩૪ અબજ ડોલર એકત્ર કર્યા છે. આ સાથે કંપનીએ વિશ્વના સૌથી મોટા આઈપીઓનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ક્લોડ એઆઈ ચેટબોટ બનાવતી આ કંપનીનું વેલ્યુએશન આશરે ૧.૫ ટ્રિલિયન ડોલર થયું છે. આઈપીઓના કદની દૃષ્ટિએ તેણે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે.એન્થ્રોપિકે આઈપીઓમાં એક શેરની કિંમત ૮૩ ડોલર નક્કી કરી હતી, જે અગાઉ નક્કી કરાયેલી ૭૦થી ૭૮ ડોલરની રેન્જ કરતાં વધારે હતી. રોકાણકારો તરફથી મળેલા સારા પ્રતિસાદને પગલે કંપનીએ વેચાણ માટેના શેરની સંખ્યા વધારીને ૯૮ કરોડ કરી હતી. તેમાંથી આશરે ૯૫.૬૪ કરોડ શેર કંપનીએ પોતે વેચ્યા હતા, જ્યારે બાકીના આશરે ૨.૩૬ કરોડ શેર જૂના શેરધારકોએ વેચ્યા હતા.આ પહેલાં જૂન ૨૦૨૬માં સ્પેસએક્સે આઈપીઓ દ્વારા ૭૫ અબજ ડોલર એકત્ર કરીને રેકોર્ડ બનાવ્યો હતો. એન્થ્રોપિકના આઈપીઓ ઉપરાંત ૨૬ અબજ ડોલરનું પ્રાઈવેટ પ્લેસમેન્ટ પણ સામેલ છે. આમ, જાહેર શેર વેચાણ અને પ્રાઈવેટ પ્લેસમેન્ટ મળીને કુલ સોદો ૧૦૭.૩૪ અબજ ડોલરનો થયો છે.એન્થ્રોપિકનું વેલ્યુએશન શેર ઓપ્શન અને અન્ય શેર આધારિત લાભો સહિત આશરે ૧.૫ ટ્રિલિયન ડોલર છે. આ ગણતરી વગર કંપનીનું વેલ્યુએશન આશરે ૧.૧ ટ્રિલિયન ડોલર થાય છે.




