
ભાજપે વિદેશ નીતિને લઈને કર્યો વળતો પ્રહાર ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની તસવીર શેર કરી રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, જાે કોંગ્રેસ સત્તામાં હોત તો ભારતના વડાપ્રધાન પણ આ ટેબલ પર બેઠા હોત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એકસાથે બેઠેલી તસવીરને લઈને ભારતીય રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે.
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમના નિવેદન બાદ ભાજપે પણ કોંગ્રેસની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવીને વળતો જવાબ આપ્યો છે.
રાહુલ ગાંધીએ ત્રણેય વૈશ્વિક નેતાઓની તસવીર શેર કરતાં લખ્યું હતું કે, જાે કોંગ્રેસ સત્તામાં હોત તો ભારતના વડાપ્રધાન પણ આ ટેબલ પર બેઠા હોત. આ સાથે તેમણે વડાપ્રધાન મોદી માટે Compromised PM શબ્દનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારની વિદેશ નીતિ અને વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા અંગે કટાક્ષ કર્યો હતો. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ તસવીર ચીનના શેનઝેનમાં યોજાયેલી ત્રણેય નેતાઓની મુલાકાત સાથે જાેડાયેલી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતને વૈશ્વિક રાજદ્વારી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ જ તસવીરને આધારે રાહુલ ગાંધીએ ભારતની વૈશ્વિક કૂટનીતિ અને વડાપ્રધાનની આંતરરાષ્ટ્રીય હાજરી અંગે સવાલ ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કોંગ્રેસના શાસનકાળની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવતાં આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકાર દરમિયાન ભારતની વિદેશ નીતિમાં પાકિસ્તાનને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું અને દેશની સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી હતી.
પ્રદીપ ભંડારીએ વર્ષ ૨૦૧૩માં ભારતની BRICS માં ભૂમિકા નબળી પડી હોવાનો દાવો પણ કર્યો હતો. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યપદની ચર્ચામાં કોંગ્રેસ સરકારની ભૂમિકા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
ત્રણ વૈશ્વિક નેતાઓની તસવીરથી શરૂ થયેલી આ ચર્ચાએ ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વૈશ્વિક મંચ પર દેશના પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓને ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવ્યા છે. એક તરફ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની કૂટનીતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, તો બીજી તરફ ભાજપે કોંગ્રેસના ભૂતકાળના શાસનનો ઉલ્લેખ કરીને જવાબ આપ્યો છે.




