
રાજીનામાંની અટકળો વચ્ચે PM સ્ટાર્મરનું મોટું નિવેદન.એપસ્ટિન ફાઈલ્સના કારણે યુકેના રાજકારણમાં ભૂકંપઆ વિવાદ વોશિંગ્ટનમાં બ્રિટિશ એમ્બેસેડર તરીકે પીટર મેન્ડલસનની નિમણૂકને લઈને શરૂ થયો છે.બ્રિટનના રાજકારણમાં અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન કીર સ્ટાર્મર કુખ્યાત ગુનેગાર જેફરી એપ્સ્ટિન સાથે જાેડાયેલા વિવાદને કારણે ચોતરફથી દબાણમાં છે. આ વિવાદ વોશિંગ્ટનમાં બ્રિટિશ એમ્બેસેડર તરીકે પીટર મેન્ડલસનની નિમણૂકને લઈને શરૂ થયો છે, કારણ કે મેન્ડલસનના એપ્સ્ટિન સાથેના સંબંધોના દસ્તાવેજાે સામે આવ્યા છે.
આ મામલે સ્ટાર્મરે પહેલા માફી માંગી હતી અને સાંસદો પાસે કાર્યકાળ પૂરો કરવા માટે સમર્થન માંગ્યું હતું, પરંતુ હવે તેમના સૂર બદલાયા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે તેઓ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે અને છેલ્લા શ્વાસ સુધી આ વિવાદ સામે લડત આપશે.જાેકે, લેબર પાર્ટીની અંદરથી જ સ્ટાર્મર સામે બળવો ફાટી નીકળ્યો છે. અનેક સાંસદો અને સ્કોટલેન્ડમાં પાર્ટીના નેતા એનાસ સરવરે પણ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી છે. વિરોધ પક્ષો પણ કહી રહ્યા છે કે સ્ટાર્મરના ખોટા ર્નિણયોને કારણે દેશની સાખને નુકસાન થયું છે. આ દબાણ વચ્ચે સ્ટાર્મરે બંધ બારણે બેઠક યોજી હતી, જેમાં તેમણે આક્રમક રીતે કહ્યું હતું કે તેઓ કોઈ પણ સંજાેગોમાં મેન્ડેટથી પાછળ હટશે નહીં. આ બેઠક બાદ ડેપ્યુટી પીએમ ડેવિડ લેમી અને વિદેશ મંત્રી યવેટ કૂપર જેવા મોટા નેતાઓએ જાહેરમાં સ્ટાર્મરને ટેકો જાહેર કર્યો છે.
બીજી તરફ, આ વિવાદની ગંભીરતાને જાેતા પોલીસ હવે પીટર મેન્ડલસન વિરુદ્ધ જાહેર પદના દુરુપયોગના શંકાસ્પદ આરોપો હેઠળ તપાસ કરી રહી છે. વડાપ્રધાનના નજીકના સાથી અને ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ પહેલેથી જ આ નિમણૂકની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. સ્ટાર્મરે એપ્સ્ટિનના પીડિતોની માફી માંગી છે અને નિમણૂક સંબંધિત તમામ દસ્તાવેજાે જાહેર કરવાનું વચન આપ્યું છે. અત્યારે બ્રિટિશ સંસદીય પ્રણાલીમાં ચૂંટણી વગર પણ વડાપ્રધાન બદલી શકાતા હોવાથી સ્ટાર્મરની ખુરશી પર જાેખમ તોળાઈ રહ્યું છે.




