
યુએસમાં હથિયારોની ભારે તંગી! ઈરાન સામે ટ્રમ્પના સૂર બદલાયા, હુમલાને બદલે આર્થિક ઘેરાબંદી કરશે ઈરાન, અમેરિકા અને ઓમાન વચ્ચે હોર્મુઝ સામુદ્રધુનીમાં જહાજાેની અવરજવર બહાલી અંગે પ્રસ્તાવિત કરારમાં ઈરાનની નવી શરતોના કારણે વિલંબ થઈ રહ્યો છે મધ્ય પૂર્વમાં ઈરાન સાથે છેલ્લા પાંચ મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના વલણમાં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે મોટા પાયે સૈન્ય હુમલો કરવાની પોતાની ચીમકીઓથી પાછા હટીને હવે આર્થિક અને મુત્સદ્દીગીરીનું દબાણ વધારવાની રણનીતિ અપનાવી છે. ‘એક્સિઓસ’ સાથેની ખાસ મુલાકાતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમનું પ્રશાસન હાલમાં અત્યંત શાંત અને નીચા પ્રોફાઇલ (લો-કી) વાળું વલણ અપનાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ઈરાનની આર્થિક સ્થિતિ કંગાળ થઈ ચૂકી છે, ત્યાં ફુગાવો ચરમસીમાએ છે અને તે પોતાના સૈનિકોને પગાર આપવા માટે પણ સક્ષમ નથી. ખાડીના સાથી દેશોની સલાહ અને અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ઇં૭૫ ની આસપાસ હોવાથી ટ્રમ્પ પ્રશાસનને આક્રમક યુદ્ધની ઉતાવળ કરવાને બદલે આર્થિક નાકેબંધી જાળવી રાખવાની તક મળી છે.ઈરાન, અમેરિકા અને ઓમાન વચ્ચે હોર્મુઝ સામુદ્રધુનીમાં જહાજાેની અવરજવર બહાલી અંગે પ્રસ્તાવિત કરારમાં ઈરાનની નવી શરતોના કારણે વિલંબ થઈ રહ્યો છે. ઈરાનની સર્વાેચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વડા મોહમ્મદ બાગેર ઝોલકદ્રે માંગ કરી છે કે અમેરિકા યુદ્ધ સંપૂર્ણપણે બંધ કરે, નૌકાદળની નાકેબંધી હટાવે, સેના પાછી ખેંચે, આર્થિક પ્રતિબંધો રદ કરે અને યુદ્ધનું વળતર ચૂકવે.બીજી તરફ, ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ ના અહેવાલ મુજબ, ટ્રમ્પ હવે ઈરાન સાથે વ્યાપક પરમાણુ કરાર કરવાને બદલે હોર્મુઝ જળમાર્ગને તમામ વેપારી જહાજાે માટે સુરક્ષિત રીતે ફરીથી ખોલવાને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. અમેરિકાનું માનવું છે કે ઈરાનના મુખ્ય પરમાણુ મથકો નષ્ટ થઈ ચૂક્યા હોવાથી તેના માટે ફરી પરમાણુ ક્ષમતા ઊભી કરવી અત્યંત મુશ્કેલ છે.ટ્રમ્પના બદલાયેલા વલણ પાછળનું એક મુખ્ય કારણ અમેરિકન સેના પાસે ઘટી ગયેલો હથિયારોનો જથ્થો પણ માનવામાં આવી રહ્યો છે. ઈરાન સામેના પાંચ મહિના લાંબા સંઘર્ષમાં અમેરિકાએ ૧૦૦૦ થી વધુ તોમાહોક ક્રૂઝ મિસાઇલો છોડી છે, જેના કારણે યુએસ સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન) ગંભીર શસ્ત્ર સંકટનો સામનો કરી રહ્યું છે.‘સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ’ ના રિપોર્ટ અનુસાર, અમેરિકાની એર-ડિફેન્સ સિસ્ટમ્સ જેવી કે THAAD અને Patriot મિસાઇલોના સ્ટોકમાં ૩૮% થી ૬૫% સુધીનો કટોકટીપૂર્ણ ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિને પગલે પેન્ટાગોને દેશની અગ્રણી ડિફેન્સ કંપનીઓને ૨૧ દિવસની અંદર ઉત્પાદન ઝડપી બનાવવાનો રોડમેપ રજૂ કરવા આદેશ આપ્યો છે. લૉકહીડ માર્ટિન અને નોર્થ્રાેપ ગ્રુમન જેવી કંપનીઓ સાથે ઇં૩ અબજના નવા કરારો કરવામાં આવ્યા છે.જાેકે, પ્રમુખ ટ્રમ્પે હથિયારોની અછતના અહેવાલોને નકારી કાઢતા દાવો કર્યાે છે કે અમેરિકા પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ પેન્ટાગોનના મતે યુદ્ધમાં વપરાયેલા વિપુલ શસ્ત્રોના ભંડારને ફરીથી પૂર્ણ ક્ષમતાએ ભરવામાં ૨૦૨૯ થી ૨૦૩૦ સુધીનો સમય લાગી શકે છે.




