
છેલ્લા પાંચ વર્ષમાં ૧,૫૭૩ મેક્સિકનને દેશનિકાલ કરાયા કેનેડાએ ૬ મહિનામાં ૩,૩૨૩ ભારતીયોને દેશનિકાલ કર્યા સમયગાળા દરમિયાન ડિપોર્ટ થયેલા ભારતીયોની સંખ્યા દેશનિકાલ કરાયેલા મેક્સિકન નાગરિકો કરતાં પણ અનેક ગણી વધુ
કેનેડાની સરકારે બહાર પાડેલી સત્તાવાર આંકડાકીય માહિતી અનુસાર, કેનેડાએ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં ૩,૩૨૩ ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા છે. આ આંકડો છેલ્લા છ વર્ષના રેકોર્ડને વટાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. કેનેડા બોર્ડર સર્વિસિસ એજન્સીના આંકડા અનુસાર, આ વર્ષના પ્રથમ છ મહિનામાં કેનેડામાંથી દેશનિકાલ કરાયેલાં ભારતીયોની સંખ્યા ૨૦૨૫ના સમગ્ર વર્ષ દરમિયાન દેશનિકાલ કરાયેલા ૩,૭૭૯ ભારતીયોના લગભગ ૮૮ ટકા જેટલી છે. ૨૦૨૫માં પણ આ સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ હતી.આ આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે કેનેડા પોતાની ઇમિગ્રેશન વ્યવસ્થાને વધુ કડક બનાવી રહ્યું છે. કેનેડા સામાન્ય રીતે ઇમિગ્રેશનના નિયમોનું પાલન ન કરવા, આશ્રય અથવા શરણાર્થીની અરજીઓ નામંજૂર થવા, વિઝાની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ દેશમાં રહેવા અને વિઝા સંબંધિત છેતરપિંડી જેવા કારણોસર ભારતીયોને દેશનિકાલ કરે છે.વર્ષના પ્રથમ છ મહિનામાં દેશનિકાલ મામલે ભારતીયોએ મેક્સિકન નાગરિકોને પાછળ છોડી દીધા છે. આ સમયગાળા દરમિયાન ૧,૫૭૩ મેક્સિકનને દેશનિકાલ કરાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં દેશનિકાલ કરાયેલા લોકોમાં મેક્સિકન સૌથી વધુ રહ્યા છે.




